ન્યૂયોર્ક પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, નવા વર્ષના દિવસે ઈસ્લામિક સાંસ્કૃત્તિક કેન્દ્ર અને બે મંદિરો સહિત કુલ ચાર અન્ય સ્થળો પર હુમલો કરવાની વાત સ્વીકારી લીધી છે. પોલીસ દ્વારા સંબંધિત શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ તેનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.
-ન્યૂયોર્કમાં મંદિરો-મસ્જિદ પર હુમલો કરનારો ઝડપાયો
-40 વર્ષીય શખ્સે પોતાનો ગુનો કબુલી લીધો
-પોલીસે જાહેર ન કર્યું નામ
પોલીસ પ્રવક્તાના કહેવા પ્રમાણે, આરોપીએ સ્વીકારી લીધું છે કે, ચાર સ્થળો પર તેણે હુમલા કર્યા હતા કારણ કે, તેને સંબંધિત સ્થળો સામે વાંધા હતા. જેના કારણે તેણે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ શખ્સની ઉંમર ચાલીસ વર્ષ આસપાસ હોવાનું બહાર આવ્યુ છે. એનવાયપીડી પોલીસના કહેવા પ્રમાણે, આજુબાજુ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાંથી આરોપીના સગડ મળ્યા હતા.
આ ઘટનાના પગલે આ વિસ્તારમાં રહેતા એશિયાઈ અને આફ્રિકી મૂળના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. ન્યૂયોર્કના મેયર માઈકલ બ્લૂમબર્ગ દ્વારા પણ આ ઘટનાક્રમને વખોડી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ અંગે માહિતી આપનારને 12 હજાર ડોલર આપવાની જાહેરાત પણ ન્યૂયોર્ક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 'હેટ ક્રાઈમ' અને 'રેસિસ્ટ એટેક'ની થિયરી પર પણ તપાસ કરી હતી. ગુનેગાર સામે કડક હાથે પગલા લેવાની ક્વિન બ્રાઉટ પ્રેસિડન્ટ હેલન માર્શલે હિમાયત કરી છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.