- ટીમથી રોમરના રાજીનામા બાદ મહિલા રાજદૂતની નિયુક્તિ
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત ખાતેના રાજદૂત તરીકે નેન્સી પોવેલની નિમણુંક કરી છે. પોવેલ દક્ષિણ એશિયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ભારત ખાતેના અમેરિકાના રાજદૂત ટીમથી રોમરે એપ્રિલ, 2011માં આપેલા રાજીનામા બાદ 64 વર્ષીય પોવેલ તેની જગ્યા સંભાળશે. હાલમાં પીટર બર્લી અમેરિકાના ભારત ખાતેના કાર્યકારી રાજદૂત તરીકે ફરજ બજાવી રહ્યા છે.
અમેરિકાની સીનિયર ફોરેન સર્વિસના સભ્ય પોવેલ આ પહેલા પાકિસ્તાન અને નેપાળ ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેણે કોલકાતા, નવી દિલ્હી, ઢાકા, કાઠમાંડુ, ઇસ્લામાબાદ અને ઓટ્ટાવામાં ઘણી રાજદ્વારી ફરજો પણ બજાવી છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.