Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

‘ઓપરેશન ઇરાક ફ્રીડમ’ સમાપ્ત : ઓબામાની જાહેરાત

 
Source: Agency, Washington   |   Last Updated 3:39 AM [IST](02/09/2010)
 
 
 
 
 
લાખો અમેરિકનોને રોજગાર પૂરા પાડવાની બાબત અમેરિકાની ટોચની પ્રાથમિકતા

અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ઇરાકી શાસક સદ્દામ હુસેનના પતનનું કારણ બનેલા સાત વર્ષ જુના ‘ઓપરેશન ઇરાક ફ્રીડમ’ સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી છે. ઓપરેશન ઇરાક ફ્રીડમ સમાપ્તિ માત્ર ઇરાક નહીં પરંતુ અમેરિકાના પણ હિતમાં છે. અમેરિકાએ ઇરાકી લોકોના હાથમાં તેમના દેશનું ભવિષ્ય સોંપવા માટે ભારે કિંમત ચૂકવી છે.

અમેરિકી અર્થતંત્રને પુન: બેઠું કરવા અને પોતાની નોકરી ગુમાવી ચૂકેલા લાખો અમેરિકનોને રોજગાર આપવાની બાબત હવે અમેરિકાની ટોચની પ્રાથમિકતા છે. ઓબામાએ જણાવ્યું કે, ઇરાકમાંથી અમેરિકાએ તેના આશરે એક લાખ સૈનિકો પાછા બોલાવી લીધા છે.

રાષ્ટ્રને સંબોધતા ઓબામાએ જણાવ્યું કે, ઓપરેશન ઇરાક ફ્રીડમ સમાપ્ત થવાની સાથે હવે પોતાના દેશની સુરક્ષાની જવાબદારી ઇરાકની જનતાના ખભા પર છે. એક ડેમોક્રેટ સેનેટર તરીકે ઓબામાએ ઇરાક યુદ્ધનો વિરોધ કરીને ગત ફેબ્રુઆરીમાં ઇરાકમાંથી અમેરિકી દળોને ખસેડવા સંબંધિત યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજના તેમણે અમલી બનાવી દીધી છે.

અમેરિકાએ ઇરાકમાં સેંકડો લશ્કરી મથકો બંધ કરી દીધાં છે અથવા આવા સ્થળો ઇરાકીઓને સોંપી દીધાં છે. ઓબામાએ જણાવ્યું કે, અમેરિકી લશ્કરની ટ્રાન્ઝીશનલ ટુકડી ઇરાકમાં ઉપસ્થિત રહેશે. આ ટુકડી ઇરાકી સુરક્ષા દળોને સલાહ આપશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.