Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

ઓબામાનું પુત્રી સાશા સાથે મેરેથોન સ્વિમિંગ

 
Source: Agency, Washington   |   Last Updated 12:26 AM [IST](17/08/2010)
 
 
 
 
 

ઓબામાનો પબ્લિસિટી સ્ટંટ કામ કરી ગયો


બરાક ઓબામાને અમસ્તા જ વિશ્વના શક્તિશાહી રાષ્ટ્રના નેતા નથી કહેવાતા. થોડા સમય પૂર્વે મેક્સિકોના દરિયાકાંઠે ઓઇલ ઢોળાતાં વ્યાપક પ્રદૂષણ ફેલાયું હતું અને ખૂબ નુકસાનીની દહેશત સેવાઇ રહી હતી ત્યારે ઓબામાએ નવો જ નુસખો અપનાવ્યો, મેક્સિકોમાં ટુરિઝમને વેગ આપવા માટે.


ઓબામાએ તેની નાની પુત્રી સાશા સાથે એક ‘પબ્લિસિટી સ્ટંટ’ ગોઠવ્યો અને જ્યાં તેલ ઢોળાયું હતું ત્યાં સાફ-સફાઇ બાદ હવે કોઇ જ પ્રદૂષણ રહ્યું નથી. તે બતાવવા બન્નેએ મેરેથોન સ્વિમિંગ કર્યું. ઓબામા આમ તો શરીર અને તંદુરસ્તી જાળવવા ટેવાયેલા છે, તેમનું ટોન્ડ બોડી જોઇને કોઇને પણ લાગે જ કે તેઓ શરીરની સંભાળ માટે કેટલા સાવચેત છે!


ઓબામા અને તેની પુત્રી સાશા પહોંચી ગયા મેક્સિકોની ખાડીમાં. અહીં કોઇ ફોટોગ્રાફર કે મુલાકાતીને પ્રવેશવાની છુટ ન હતી. ફલોરિડાના પનામા બીચ ખાતે ઓબામા-સાશાએ ૨૬ કલાક ગાળ્યા. બાદમાં વ્હાઇટ હાઉસ દ્વારા માત્ર એક જ ફોટો ઓબામા-સાશાની મસ્તીનો રિલીઝ કરવામાં આવ્યો. અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, આ એક જ ફોટો લોકોને આ જાણવા માટે કાફી છે. આ મનોરમ્ય વિસ્તાર ફરીથી સ્વિમિંગ માટે સલામત બની ગયો છે. ટુરિસ્ટ્સ અહીં ફરીથી મોજ-મજા કરવા આવી શકે છે.


ઓબામાએ ચેલેન્જ ઉપાડી


ઓબામા અને તેની પુત્રી સાશાએ આ મુદ્દાને રાજનૈતિક રીતે પણ મૂલવ્યો હતો અને કોઇપણ જાતની પરવા કર્યા વિના અહીં ૨૬ કલાક ગાળ્યા હતા. આ માસના અંતમાં જ ઓબામા દંપતી માર્યા’ઝ વિનેયાર્ડ કે જે મેસેચ્યુએટ્સમાં આવેલો વિસ્તાર છે ત્યાં વેકેશન ગાળવા જવાનો છે. પરંતુ એ પહેલાં ઓબામાએ આ જગ્યાને મહત્વ આપ્યું.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.