
સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આજકાલ દુનિયાભરના નેતાઓ અને ઉદ્યોગજગતના ખેરખાંઓ મળ્યા છે, તેમની બેઠક વખતે જ ત્રણથી ચાર યુવતીઓએ ટોપલેસ થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો, તેમણે દુનિયાભરમાં ગરીબી માટે વિકસિત દેશો અને ઉદ્યોગપતિઓને જવાબદાર ઠેરવ્યા હતા. વર્લ્ડ ઈકોનોમીક ફોરમની બેઠક દરમિયાન પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે આ યુવતીઓ યુક્રેનથી આવી હતી. તેમણે બેઠકમાં સામેલ થનારા નેતાઓ અને ઉદ્યોગપતિઓને ‘ગેંગસ્ટર્સ’ તરીકે ઓળખવતા પોસ્ટરો દર્શાવ્યા હતા. સ્વિસ પોલીસને આ યુવતીઓને દૂર કરતા નાકે દમ આવી ગયો હતો. જુઓ તસવીરો





