ન્યૂક્લિયર લાયાબિલિટી બિલ સંસદમાં પસાર થવા અંગે દેશભરના મીડિયામાં અનેક લેખો પ્રસિદ્ધ થયા છે. વોલ સ્ટ્રીટ જર્નલે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ માટે આ ઘટનાને એક વ્યક્તિગત વિજય હોવાનું જણાવ્યું છે. જેના કારણે ભારતમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં રોકાણ વધારવામાં મદદ મળી રહેશે. જો આ બિલને રાજ્યસભાની પણ મંજૂરી મળી જાય તો વિજળી ક્ષેત્રની માંગ અને ઘટ વચ્ચે પડેલા પુરાણને પુરવામાં મદદ મળી રહેશે.
લોસ એન્જલસ ટાઈમ્સે આ ઘટનાને મનમોહન સિંહની ખાનગી જીતનો કરાર આપતા લખ્યું છે કે તેમણે 2008માં પ્રથમ વખત અમેરિકા સાથે અસૈન્ય પરમાણુ કરાર કરવા માટે ભારત માટે આંતરરાષ્ટ્રીય ટેકનિકનો દરવાજો ખોલી નાખ્યો છે, જે 1998માં પોખરણ વિસ્ફોટ બાદ બંધ થઈ ગયો હતો.
વર્તમાનપત્રએ દાવો કર્યો છે કે ઓબામા સરકારે રાષ્ટ્રપતિની યાત્રા પહેલા આ બિલને સંસદમાં પસાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. અમેરિકાનું માનવું છે કે ભારતને એક જવાબદાર પરમાણુ રાષ્ટ્ર ગણાવવા માટે તેમજ તેની તરફેણનું વાતાવરણ ઉભું કરવા માટે અમેરિકાએ તેને ઘણી મદદ કરી છે. માટે આ બિલ રાષ્ટ્રપતિની ભારત યાત્રા પહેલા પસાર થઈ જવું જોઈએ.
અન્ય એક વર્તમાનપત્ર વોશિંગ્ટન ટાઈમ્સના મત પ્રમાણે અમેરિકાની કંપનીઓને ફ્રાંસ અને રશિયાની કંપનીઓની જેમ કોઈ સરકારી મદદ મળતી નથી. આ માટે ભારતમાં પ્રવેશ કરતા પહેલા તે ખામીઓને લઈને ચોક્કસ સાવધાની રાખવા માગે છે.