Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Bhaskar Gyan
 

હવે આખી ઉંમર સળિયા પાછળ

 
Source: Bhaskar Network   |   Last Updated 1:03 AM [IST](31/07/2010)
 
 
 
 
 
નેપાળની સુપ્રીમ કોર્ટે ૧૯૭૫માં એક અમેરિકી મહિલાની હત્યાના આરોપમાં શુક્રવારે હેતચંદ ભોનાની ગુરમુખ ઉર્ફે ચાર્લ્સ શોભરાજને ૨૦ વર્ષની કેદની સજાને યથાવત્ રાખી હતી. ભારતમાં સજા પૂરી કરી ફ્રાન્સમાં ઇન્ટરવ્યૂ સુધી પૈસા આપીને શાનદાર જિંદગી જીવી રહેલા શોભરાજને નેપાળ આવવાનો આત્મવિશ્વાસ ભારે પડ્યો વિયેતનામી માં સોંગ અને સિંધી પિતાનું સંતાન એવો શોભરાજ ફ્રાન્સ પાછા ફરી બાકીની જિંદગી આઝાદી અને ચેનથી જીવવાનું સ્વપ્ન દેખી રહ્યો હતો. જે પૂરું ન થયું.

હિપ્પીઓને શિકાર બનાવ્યા

૭૦ના દાયકામાં લિફ્ટ લઇ અથવા સસ્તી બસોમાં યાત્રા કરીને પૂર્વીય યુરોપ, તુર્કી, ઇરાન, અફઘાનિસ્તાન થઇને નેપાળ અને ભારત પહોંચનારા હિપ્પી શોભરાજના શિકાર બનતા હતા. સંગીત પર ઝૂમી ઊઠતા આ હિપ્પી નશીલી દવાઓનો ખૂબ ઉપયોગ કરતા હતા. તેથી શોભરાજ માટે તેમને નિશાન બનાવવાનું સરળ હતું.

ભરોસામાં લઇને લૂંટ્યું

તે લોકોને મુશ્કેલીમાં નાખ્યા પછી તેમાંથી બહાર કાઢીને વિશ્વાસ જીતી લેતો હતો. તક મળતાં જ લૂંટી લેતો હતો.

- થાઇલેન્ડમાં બે ફ્રેન્ચ પોલીસવાળા યાનિક અને જેકસના પાસપોર્ટની ચોરી કરી. તેમને પાસપોર્ટ હાંસલ કરવામાં મદદનો ડોળ કર્યો. પછી તક મળતાં લૂંટી લીધો.

- ઝાડાથી પરેશાન ફ્રાંસીસી ડોમિનિક રેનેલોની શ્રેષ્ઠ રીતે દેખભાળ કરીને વિશ્વાસ જીત્યો. આ અલગ વાત છે કે, શોભરાજે જ દગો કરીને દવા ખવડાવીને તેની આ હાલત કરી દીધી હતી.

પપેટ માસ્ટર

શોભરાજ અન્યોને પોતાની સાથે સામેલ કરીને તેમની પાસે કામ કરાવનાર પપેટ માસ્ટર રહ્યો છે. દસ વર્ષની વયે જ તેણે સાવકા ભાઇને એક દુકાનવાળાને લૂંટવા માટે ઉશ્કેર્યો હતો. માતાએ પૂછ્યું તો જવાબ આપ્યો, ‘ હું હંમેશ આવો ઇડિયટ શોધી લઉં છું જે મારી મરજી મુજબ કામ કરી દે છે.’

બિકીની કિલર સર્પેન્ટ

સમજાય છે કે તેણે ૧૯૭૨થી ૧૯૭૬ વચ્ચે બીચ પર ૧૨ થી ૨૪ લોકોની હત્યા કરી હતી. તે મહિલાઓ સાથે દોસ્તી કરતો હતો અને અપરાધમાં સાથ ના આપતાં તેમને ઠેકાણે પાડી દેતો હતો. તેનો શિકાર બનેલી અનેક મહિલાઓ બિકીની પહેરેલી જોવામાં આવતા તેને ‘બિકીની કિલર’ જેવું નામ આપવામાં આવ્યું હતું. પછી ચાર જેટલા દેશોની જેલમાંથી ભાગ્યો હોવાથી તે સર્પેન્ટ કહેવાયો.

કોઇ પશ્વાત્તાપ નહીં

વિકૃત યૌનભાવનાને કારણે હત્યા કરનારા સિરિયલ કિલરથી તે અલગ છે. શોભરાજે પાસપર્ટ એ ઓળખના દસ્તાવેજો મેળવવા હત્યાઓ કરી હતી. આવા દસ્તાવેજોની મદદથી નશીલી દવા અને ઝવેરાતની દાણચોરી આસાન બનતી હતી. એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે, ‘મેં કદાચ કોઇને માર્યો હોય કે મારવા કહ્યું હોય તો તેનો હેતુ એકમાત્ર ધંધો હતો. એક સેનાના જનરલ જેવું મારું કામ હતું.’ જાહેર છે કે પોતે કરેલી હત્યાઓ બદલ તેને કોઇ પશ્વાત્તાપ નથી.

તિહારમાંથી ભાગ્યો

ચાર્લ્સ ભારતમાં ઝડપાયો તો શરીરમાં ઝવેરાત છુપાવીને લઇ જવામાં સફળ રહ્યો. લાંચ આપીને તેણે ત્યાં બધી સુવિધા મેળવી લીધી. એટલે સુધી કે તે જેલમાં પાર્ટી આપવા લાગ્યો. ૧૯૮૬માં આવી જ એક પાર્ટીમાં નશીલી દવાઓની મદદથી જેલ સંત્રીઓને મુિર્છત કરી દીધા અને જેલમાંથી ભાગી છૂટ્યો.

લગ્ન પણ ધમાકેદાર

શોભરાજ યુવાનીમાં શેંટલ નામની એક યુવતી તેની તરફ આકર્ષિત થઇ હતી. એક દિવસે તે ચોરેલી કારમાં તેને મોંઘી ક્લબમાં લઇ ગયો અને હજારો ફ્રાંક( ફ્રાન્સનું ચલણી નાણું) લૂંટાવી દીધું. તેનો શાહીખર્ચ દેખીને શેંટલે લગ્ન માટે ઇનકાર કરી દીધો. પાછા ફરતી વખતે શોભરાજે એટલી પૂરઝડપે કાર ચલાવી કે શેંટલ એકદમ ડરી ગઇ. લગ્ન માટે શેંટલ રાજી થયા પછી જ કારની ઝડપ ઓછી થઇ હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.