સંપત્તિને નુકસાન, જોકે કોઈ જાનહાનિ થઈ નથી, હુમલા અંગેનો વીડિયો જારી કરાયા
અમેરિકાના ન્યૂયોર્ક નજીક ક્વીન્સમાં અજાણ્યા બદમાશોએ સોમવારે રાત્રે એક મંદિર અને મિસ્જદ સહિત ચાર સ્થળ પર બોમ્બથી હુમલો કૂરતાં ખળભળાટ મચી ગયો હતો. હુમલાને કારણે સંપત્તિને નુકસાન થયું છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
ન્યૂયોર્કના મેયર માઈકલ બ્લૂમબર્ગે કહ્યું હતું કે અજાણ્યા હુમલાખોરોએ સોમવારે રાત્રે હિન્દુઓનાં પૂજાસ્થળ અને ઈસ્લામી કેન્દ્ર ઈમામ અલ ખોઈ ફાઉન્ડેશનના એક મકાન તથા કરિયાણાની દુકાન પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ફાઉન્ડેશન અહીં એક મહત્વની શિયા મિસ્જદ છે. તેમણે કહ્યું કે ન્યૂયોર્ક પોલીસનું વંશવાદ વિરોધી યુનિટ ઘટનાની તપાસ કરી રહ્યું છે.જે મંદિર પર બોમ્બ ફેંકાયો તેના પૂજારી ૬૨ વર્ષીય રમેશ મહારાજને ટાંકીને ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ અખબારે કહ્યું છે કે હુમલાને કારણે તેઓ જાગી ગયા હતા. હુમલો કરનાર વ્યક્તિનો ઈરાદો નુકસાન કરવાનો હોવાનું તેમને લાગ્યું હતું.
મકાનમાં આગ લાગી :મેયર બ્લૂમબર્ગે કહ્યું કે પહેલો હુમલો કરિયાણાની એક દુકાન પર થયો હતો. ત્યારબાદ ૧૦ મિનિટ પછી એક મકાન, મિસ્જદ અને મંદિર પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો બોમ્બ ફેંકાતા મકાનમાં આગ લાગી ગઈ હતી.
શંકમંદનો સ્કેચ જારી
પોલીસને મંદિર પર મૂકાયેલા સીસીટીવી કેમેરાની તસવીર મળી છે. તેને આધારે એક શંકાસ્પદ વ્યક્તિના સ્કેચ તૈયાર કરીને જારી કરી દેવાયો છે. એક વીડિયો પણ જારી કરાઈ છે. આ શખ્સ ૨૫-૩૦ વર્ષની વયનો શ્વેત વ્યક્તિ હોવાનું મનાય છે જેની ઊંચાઈ પાંચ ફૂટ આઠ ઈંચ જેવી છે. તેણે બ્લેક જેકેટ પહેર્યું છે અને બેઝબોલ કેપ પહેરેલી છે. વીડિયોમાં આ શખ્સ કોઈ સળગેલી વસ્તુ હાથમાં લઈને મંદિર તરફ ફેંકતો હોવાનું જોવા મળે છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.