
- ન્યૂ યોર્કની નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ખરીદી પર થયો સર્વે એક તાજા સર્વે અનુસાર ન્યૂ યોર્ક અમેરિકાનું સૌથી અસભ્ય શહેર છે. એક મેગેઝીને અમેરિકાના કેટલાક શહેરોનો સર્વે કરાવ્યો જેમાં આ વાતનો ખુલાસો થયો છે. આ સર્વે તે શહેરોની નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ખરીદી અને લોકો પર આધારિત છે.
એક રિપોર્ટ અનુસાર ન્યૂ યોર્કના લોકોની આદત ઘણા બધા સાથે પરિચય રાખવાની નથી અને ત્યાના લોકો એકલવાયાપણાને ખરાબ નથી માનતા.
સર્વે અનુસાર મિયામી અમેરિકાનું બીજુ અસભ્ય શહેર છે, જ્યાં પાર્ટીઓમાં જવા અને મોજ-મસ્તી કરનારા લોકો માટે અમેરિકાનું ચોથા નંબરનું શ્રેષ્ઠ બાર છે. ટોપ પાંચ અસભ્ય શહેરોમાં વોશિંગ્ટન ડીસી, લોસ એન્જેલસ અને બોસ્ટન સામેલ છે. લાસ વેગાસ 12માં સ્થાને છે, જો કે તે સારી નાઈટ લાઈફ મામલે ઘણુ પાછળ છે.
સર્વે અનુસાર અમેરિકાનું સૌથી ગંદુ શહેર ન્યૂ યોર્ક અને બાલ્ટીમોર છે તથા સૌથી ઘોંઘાટીયુ શહેર ન્યૂ યોર્ક અને લાસ વેગાસ છે. મેગેઝીન દ્વારા આ સર્વે અમેરિકી શહેરોમાં રહેતા લોકો અને ત્યા ફરવા આવેલા પ્રવાસીઓ પર કરવામાં આવ્યો હતો. અસભ્ય શહેરોની તસવીરી ઝલક..
નોંધઃવાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.


