5300 ફ્લાઇટ રદ, ત્રણ રાજ્યોમાં ઇમરજન્સી, જનજીવન અસ્તવ્યસ્ત
અમેરિકાનાં નોર્થઇસ્ટ રાજ્યોમાં આખરે બરફનું વાવાઝોડું (બ્લિઝાર્ડ) 'નેમો' ત્રાટકતાં જનજીવન ઠપ પડી ગયું હતું. વાવાઝોડાને લીધે અમેરિકામાં 6.50 લાખ ઘરોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. એટલું જ નહીં, પાંચ રાજ્યોમાં ઇમરજન્સી ડીક્લેર કરી દેવામાં આવી છે. માસાચુસેટ્સનાં પ્લેમાઉથમાં આવેલો પિલગ્રિમ ન્યુક્લીઅર પ્લાન્ટ થઇ જતાં મોટાપાયે વીજળી ડૂલ થઇ ગઇ છે. આ પ્લાન્ટ બંધ થઇ જવાથી લોકો કંઇ અજુગતું બન્યું તો નથી તેવા વિચારે ચડ્યા હતાં. જોકે અમેરિકાની ન્યુક્લીઅર રેગ્યુલરિટી કમિશને જાહેર કર્યું હતું કે, પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારનું જોખમ નથી. પ્લાન્ટનો પાવર જવાથી તેની જાતે જ તે બંધ થઇ ગયો છે. નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી.ફ
હફિંગ્ટનપોસ્ટનાં રીપોર્ટ પ્રમાણે ઓછામાં ઓછી ચાર વ્યક્તિનાં મોત થયા છે. જેમાં ત્રણ મોત કેનેડામાં અને એક ન્યુયોર્કમાં થયું હતું.
અમેરિકાનાં નોર્થઇસ્ટ વિસ્તારો કનેક્ટીકટ, માસાચુસેટ્સ, રોડ આઇલેન્ડ, ન્યુયોર્ક વગેરેનાં મેયર-ગવર્નરોએ પ્રેસ કોન્ફરન્સોમાં નાગરિકોને તકેદારી રાખવા માટે અપીલ કરવી પડી છે. માસાચુસેટ્સનાં ગવર્નેરે રસ્તા પર વાહનોને પ્રતિબંધ ફરમાવ્યો છે. આ તોફાનને લીધે અમેરિકામાં 5300 ફ્લાઇટો કેન્સલ કરી દેવામાં આવી છે. ન્યુયોર્ક જેવા રાજ્યોએ બરફ સાથે ભેળવવા માટે અઢી લાખ ટન જેટલું મીઠું અને 2000થી વધુ ટ્રક-વાહનો તૈયાર રાખ્યા છે. બે વેધર સીસ્ટમ ભેગી થઇ હોવાથી બરફનું તોફાન ભારે પવન સાથે શરૂ થયું છે. બોસ્ટનનાં એરપોર્ટ પર 76 માઇલ ઝડપથી પવાન નોંધાયો હતો. ભારે પવનથી ઇસ્ટ કોસ્ટ પર કેટલાક વિસ્તારોમાં પૂરનો ખતરો પણ તોળાઇ રહ્યો છે.
આગળ વાંચો, શું છે હાલમાં અમેરિકાની સ્થિતિ કે ગવર્નરોએ લોકોને હિંમત આપવી પડી રહી છે, આ ખતરનાક બરફનાં તોફાનની ધ્રુજાવી દેનારી તસવીરો અને કેવી રીતે રોકાઇ ગયું છે અમેરિકાનું જનજીવન