ન્યૂયોર્ક ખાતે મ્યૂઝિક વેવ દ્વારા ભારતના ગઝલ મેસ્ટ્રો જગજીત સિંઘને શ્રદ્ધાંજલિ અર્પવા માટે જશવિંદર સિંઘ અને દર્શના મેનન દ્વારા તાજેતરમાં એક કાર્યક્રમ યોજાયો હતો.
-મ્યૂઝિક વેવ દ્વારા જગજીત સિંઘને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ યોજાયો
-જશવિંદર સિંઘે રજૂ કરી ગઝલો, ઉપસ્થિત શ્રોતાએ મનભરી માણ્યો કાર્યક્રમ
ગઝલ કિંગ તરીકે વિશ્વ ખ્યાતિ પામનાર જગજીત સિંઘ ભારતીય શાસ્ત્રીય વાદ્ય તબલા અને સિતાર ઉપરાંત સેક્સોફોન અને ગિટારના ઉપયોગથી ધૂન અને ગઝલ સાથે લાગણીનો અદ્દભૂત પ્રભાવ ધરાવતા હતા. જસવીન્દર અને દર્શના મેનને જગજીતની ગઝલો ગાઇને કેટલાક શ્રોતાઓની આંખમાં પાણી લાવી દીધાં હતાં.
ગઝલોની દુનિયામાં જગજીત સિંઘના અવાજને હંમેશાં લોકો યાદ રાખશે. કોન્સર્ટનું સંચાલન કરનાર ડૉ. નીતુ ગીડવાનીએ જણાવ્યું કે જગજીત સિંઘની હોટો સે છુ લો તુમ..., તુમ કો દેખા તો યે ખયાલ આયા... જેવી ગઝલોને યુવા પેઢીના સંગીતપ્રેમીઓ ગાતા જોવા મળે છે. જસવિન્દરે કહ્યું કે બદલાતા સમયની સાથે નવા રૂપમાં ગઝલો રજૂ કરવા જગજીત સિંઘને ક્યારેય સંકોચ થયો ન હતો.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.