પરવેઝ (મુશર્રફ)ને પરવેઝ (કયાની)નો ડર, રાજાના શરણે ગયા
- પાક. પરત ફરનારા મુશર્રફને સતાવી રહ્યો છે ધરપકડનો ડર
જાન્યુઆરીના અંત સુધીમાં પાકિસ્તાન પરત ફરી રહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને ધરપકડનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પરત ફરતા પહેલા તે એ પાક્કુ કરવા માંગે છે કે તેની ધરપકડ ન થાય. પાક. પરત ફરતાં પહેલા મુશર્રફ સાઉદ અરેબિયાના રાજા અબ્દુલ્લા સાથે મુલાકાત કરશે. કિંગ અબ્દુલ્લા તેને એ આશ્વાસન આપી શકે છે કે પાકિસ્તાનની સરકાર અથવા સેનાની તેની ધરપકડ કરવાની કોઇ યોજના નથી.
68 વર્ષીય મુશર્રફ હાલમાં ઇંગ્લેન્ડ અને દુબઇમાં રહે છે. તે 31મી જાન્યુઆરીએ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. મુશર્રફ અને કિંગ અબ્દુલ્લાની મુલાકાત 22મી જાન્યુઆરીએ થશે. મુશર્રફ આ મુલાકાત એટલા માટે કરી રહ્યા છે કે પાકિસ્તાન પરત ફર્યા બાદ આસિફઅલી ઝરદારીની સરકાર અથવા જનરલ અશફાક પરવેઝ કયાનીની સેના તેની ધરપકડ ન કરાવે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.