અવકાશી સંસ્થા નાસાના જણાવ્યા પ્રમાણે ચંદ્ર પહેલાની સરખામણીમાં હવે સંકોચાઈ રહ્યો છે. નાસા દ્વારા હાલમાં ચંદ્રની લેવામાં આવેલી હાઈ-રિઝોલ્યૂશન તસવીરમાં આ વાત સામે આવી છે.
સમાચાર એજન્સી ડીપીએના જણાવ્યા પ્રમાણે વોશિંગ્ટનના સ્મિથસોનિયન નેશનલ એર એન્ડ સ્પેસ મ્યૂઝિયમના સેન્ટર ફોર અર્થ એન્ડ પ્લેનેટરી સ્ટડીઝના વેજ્ઞાનિક ટોમ વાટર્સનું કહેવું છે કે હાઈ-રિઝોલ્યૂશન તસવીરમાં ચંદ્રની ભૌગોલિક વિશેષતાઓ સામે આવી છે. જેમાં એવું જાણવા મળ્યું છે કે છેલ્લા 80 કરોડ વર્ષ દરમિયાન ચંદ્ર સંકોચાઈ રહ્યો છે.
વાટર્સે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ચંદ્ર ઠંડો છે. જેના કારણે તેના નિર્માણના સમયથી તેનું સંકોચન થઈ રહ્યું છે, આ પ્રક્રિયા આજે પણ ચાલુ જ છે.
આ તસવીર નાસાના લ્યુનર રીકાનિસન્સ ઓર્બિટર દ્વારા મેળવવામાં આવી છે. આ ઓર્બિટર ઘણા સમયથી ચંદ્રની તસવીર ખેંચી રહ્યું છે.