દાયકાઓ જૂની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીને એક અભ્યાસમાં કહેવાયું છે કે હા, ચોક્કસપણે પૈસો તમને સુખ-સંતોષ અને ખુશી આપી શકે છે. વિશ્વભરના એક ડઝન વિદ્ધાનો દ્વારા થયેલા અભ્યાસ અનુસાર આવું એટલા માટે કહેવાય છે કે મનુષ્યમાં સંતોષની લાગણી વ્યકત કરવામાં પૈસો કે રોકડ રકમ એ અતિ મહત્વનું પાસું છે.
-126 દેશોના સર્વેમાં થયું સાબિત
-પૈસા આપી શકે છે સુખ-સંતોષ
-આવક અને સંતોષ વચ્ચેના સંબંધોમાં અસાધારણ સમાનતા
બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર વિશ્વભરના ૧૨૬ દેશોમાંથી મેળવેલી વિગતોનું વિશ્લેષણ કરીને સંશોધનકર્તાઓ આ તારણ પર આવ્યા છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક અફેર્સ દ્વારા થયેલા સંશોધનમાં દર્શાવાયું છે કે ખુશીનું પ્રમાણ વ્યકિતએ ભેગી કરેલી સંપત્તિના પ્રમાણ સાથે સંકળાયેલું છે. આ સંપત્તિ એક ચોક્કસ સ્થાને પહોંચે ત્યારે પણ આ પ્રમાણ ઘટતું નથી.
આવકના એક ચોક્કસ સ્તરથી ઉપર જઇને વ્યકિતને કોઇ ખુશી થતી નથી, તેવી વ્યાપક માન્યતા અંગે આ સંશોધનમાં વિરોધાભાસ જોવા મળ્યો છે. અભ્યાસમાં દલીલ કરવામાં આવી છે કે મનુષ્યની આવકમાં ૨૦ ટકાનો વધારો થાય તો પણ તે એક સુખી-સંપન્ન વ્યકિતને જેટલી ખુશી થતી હોય છે તેવી જ અસર ઊભી કરે છે. અભ્યાસને ટાંકીને માં જણાવાયું હતું કે પૂરેપૂરો સંતોષ આપે તે હદે કોઇ દેશ સમૃદ્ધ નથી, પણ વ્યકિતગત રીતે સુખી-સંપન્ન લોકો તેમના જીવનથી ખુશ છે.
ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક અફેર્સ ખાતેના એડિટોરિયલ ડિરેકટર ફિલિપ બૂથે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખુશી વધારવાના પ્રયાસમાં સરકારી નીતિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી ખુશ કરતા આંકડાઓની એકત્રિત કરીને તેની પાછળ સરકાર નાણાં ખર્ચે છે. આ એક ખામીયુકત અને સંપૂણપણે ગેરસમજ આધારિત નીતિ છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.