માણસ પોતાનાં દ્વારા કરેલી શોધમાં રોજ કંઇકનું કંઇક પરિવર્તન કરે છે. કોઇ પણ વાતથી સંતોષ થઇ જવો તે માણસનો સ્વભાવ નથી.
આવું જ કંઇક તે પોતાની સાથે, શરીર સાથે કરતો રહે ચે. આપણે કેટલાય લોકોને પોતાનાં શરીરને ટેટુથી ભરી નાંખતા તો જોયા છે. લોકોને શરીરમાં પીયર્સિંગ કરતાં પણ જોયા જ છે.
ઉપરની તસવીરમાં આઇબોલ ટેટુ
સૌથી ડરામણું છે આ ટેટુ અને તેની શોધ. આને કોર્નિયલ ટેટુ પણ કહે છે. આ વિધિ આમ તો 2000 વર્ષથી અસ્તિત્વમાં છે. કેટલીય વખત કોર્નિયામાં ડાઘા પડવાથી વ્યક્તિ ખૂબ જ બિહામણો લાગે છે. આ ડાઘાને દૂર કરવા માટે આ વિધિનો ઉપયોગ થાય છે. જોકે કોન્ટેક્ટ લેન્સને લીધે આ વિધિ લુપ્ત થઇ રહી છે.
જોકે આજે આપણે એવી વિચિત્ર આઇટમોને મળીશું જેમણે પોતાનાં શરીર સાથે વિચિત્ર પ્રયોગો કર્યા છે. કોઇકે આંખ રંગાવી છે તો કોઇકે પીઠ ખોતરાવી છે.. જુઓ અને વાંચો આ લોકો વિશે..