અમેરિકા પર થયેલા 9/11ના આતંકવાદી હુમલાની જગ્યાએ મસ્જિદ તેમજ ઈસ્લામિક કેન્દ્ર બનાવવાનો ચોતરફ વિરોધ ઉઠ્યો છે. ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર મસ્જિદ બનાવવાનો વિરોધ કરનાર લોકોમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે. અમેરિકામાં મિસ યુએસએનો ખિતાબ જીતનારી મુસ્લિમ યુવતી રીમા ફકીહે પણ ગ્રાઉન્ડ ઝીરો ખાતે મસ્જિદ બનાવવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક સમાચારપત્ર ન્યૂયોર્ક પોસ્ટને ઈન્ટરવ્યૂ આપતા ફકીહે જણાવ્યું હતું કે, હું રાષ્ટ્રપતિ બરાક ઓબામાના એવા નિવેદનથી નારાજ છું, જેમાં તેમણે કહ્યું હતું કે આસ્થાનો અધિકાર બંધારણિય છે. હું એ વાતમાં પુરી રીતે સહમત છું કે મસ્જિદનું નિર્માણ વિશ્વ વેપાર કેન્દ્રની
આસપાસ કરવું જોઈએ નહીં. આપણે ધર્મને બદલે 9/11ને લઈને વધારે ભાવાત્મક થવાની જરૂર છે. જેમાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નોંધનીય છે કે 24 વર્ષીય ફકીહ મિસ યુએસએ છે. તે લેબનાની મૂળની છે. હાલમાં તે લાસ વેગાસ ખાતે મિસ યૂનિવર્સની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 9/11ના સ્થળ પર મસ્જિદ બનાવવાને સમર્થન કર્યું હતું. ઓબામાના આવા નિવેદન પર અનેક લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.