ઓવરસીઝ ભારતીય બાબતોના મંત્રાલય દ્વારા પરદેશમાં વસતા સ્પાઉસ દ્વારા તરછોડાયલી અથવા છુટાછેડા મળેલ યુવતીઓને કાયદાકીય, આર્થિક સહાય પૂરી પાડવાની યોજનામાં નવેમ્બર ૨૦૧૧થી સુધારવામાં આવી છે.
આ સ્કીમોનો લાભ ઉપરોકત દર્શાવેલ મહિલાઓને કે જેઓને ભારતીય/વિદેશી પતિ અથવા વિદેશમાં છુટાછેડાની પ્રક્રિયાનો સામનો કરી રહી હશે તેમને નીચે જણાવેલ શરતોને આધીન લાભ મળશે.
૧.મહિલા ભારતીય પાસપોર્ટ ધરાવતી હોવી જોઇએ.
૨.લગ્ન ભારતમાં થયેલા હોવા જોઇએ અથવા પરદેશમાં વસતા ભારતીય કે પછી પરદેશમાં વસતા વિદેશી સાથે થયા હોય.
૩.લગ્નના ૧૫ વરસના ગાળામાં ભારતમાં અથવા પરદેશમાં મહિલાને તરછોડવામાં આવી હોય અથવા
૪.લગ્નના ૧૫ વરસના ગાળામાં ડાઇવોર્સ પ્રક્રિયા જે તે મહિલાના પરદેશમાં વસતા ભારતીય/વિદેશી પતિ દ્વારા આરંભાઇ હોય.
૫.લગ્નના વીસ વર્ષના ગાળામાં છુટાછેડા મળી ગયા હોય અને ખાધાખોરાકીની અરજી માટે કેસ કરવા માગતી મહિલા.
૬.ગુનાહીત ઈતિહાસ ધરાવતી મહિલાને યોજનાનો લાભ મળશે નહીં.
૭.જે સ્થળના કાયમી વસવાટ બનનાર ભારતીય મહિલા યોજના હેઠળ લાભ માટે લાયક નથી. અરજી કરતી વખતે મહિલા તેના ઓવરસીઝ ભારતીય/વિદેશી પતિ અથવા ભારતમાં રહેતી હોય તેવી સંભાવના છે.
૮.આર્થિક જરૂરિયાતોના આધારે જે તે અરજીઓને પ્રાધાન્ય અપાશે.
૯.ભારતીય મીશનના વડા/પોસ્ટ દ્વારા અરજદારના વકીલને કાનૂની અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે સહાય પૂરી પાડશે. પરંતુ તે વકીલ જે તે ભારતીય મીશન/પોસ્ટ અથવા ભારતીય સમુદાય અથવા મહિલા સંસ્થાઓ એનજીઓ થકી ઓવરસીઝ લીગલ સંસ્થા સાથે મહિલાઓ વતી કામગીરી બજાવતો હોવો જરૂરી છે.
૧૦.સહાય પ્રતિ કેસ દીઠ યુએસ ૩૦૦૦ ડોલરની હશે અને તે અરજદારના પેનલના વકીલને અથવા ભારતીય કોમ્યુનિટી એસોસિયેશન/ મહિલાઓની સંસ્થા/એનજીઓને આપવામાં આવશે જેથી તેઓ કેસ ફાઇલ કરવા માટેની પ્રક્રિયામાં મહિલાઓને મદદરૂપ થઇ શકે.
૧૧.ભારતીય મહિલા સંસ્થાઓ/ભારતીય સમુદાયના સંગઠનો/એનજીઓ સમુદાયના એડવોકેટોને યાદીમાં સામેલ કરવા પ્રયાસ કરશે. ખાસ કરીને મહિલા વકીલોને. એમઓઆઇએની વેબસાઇટ http://mcia.gov.in પર સ્કીમ મૂકાઇ છે.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.