Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> America
 

ધરતી પર મળ્યાં સોના કરતાં પણ મોંઘા મંગળ ગ્રહના ખડકો

 
Source: Agency, Washington   |   Last Updated 8:18 PM [IST](18/01/2012)
 
 
 
 
 

વોશિંગ્ટન : વૈજ્ઞાનિકોએ એ વાતને સમર્થન આપ્યુ છે કે મોરક્કોમાં તાજેતરમાં એકત્ર કરવામાં આવેલા 15 પાઉન્ડ (લગભગ 7 કિલોગ્રામ) ખડકોનાં ટુકડા મંગળ ગ્રહથી પૃથ્વી પર પડ્યા છે. આ ખડકો ગત વર્ષે જુલાઈમાં થયેલી ઉલ્કા વર્ષા દરમિયાન પડ્યા હતાં. આ ઉલ્કાપિંડોની કિંમત ખૂબ જ ઉંચી આંકવામાં આવી રહી છે. એટલે સુધી કે તેની કિંમત સોનાથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠો પ્રસંગ છે જ્યારે વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહથી ઉલ્ફાપિંડો પડ્યાની ઘટનાને સમર્થન આપ્યુ છે. સ્થાનિક લોકોએ પણ આકાશમાંથી ખડકોના આ ટુકડાને પડતા જોયા હતાં.


ઉલ્લેખનીય છે કે 6 મહિના પહેલા આકાશમાંથી અગન ગોળા પૃથ્વી તરફ આવતા જોવામાં આવ્યા હતાં પરંતુ ઉત્તર આફ્રિકામાં ડિસેમ્બરના અંત સુધી જમીન પર પડેલા આ ઉલ્કાપિંડોને શોધી શકાયા ન હતાં.


મંગળ ગ્રહ પર જીવનની શક્યતાનું અધ્યયન કરવા માટે વૈજ્ઞાનિકોને આ એક દુર્લભ અને અનોખો મોકો ઉપલબ્ધ થયો છે. હજુ સુધી નાસા કે અન્ય કોઈ પણ રશિયન સ્પેશ શટલ મંગળ ગ્રહના ખડકોને લઈને પૃથ્વી પર આવી શક્યુ નથી.


વૈજ્ઞાનિક અને સંગ્રહકર્તા આ ખડકોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આ ઉલ્કાપિંડોની ભારે ઉંચી કિંમત આંકવામાં આવી રહી છે. તેની કિંમત સોનાથી પણ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમાંથી એક ઉલ્કાપિંડ એક કિલોગ્રામ વજનનો છે.


યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ફ્લોરિડામાં ફ્લોરિડા સ્પેસ ઈન્સ્ટિટ્યુટનાં ડાયરેક્ટર અને નાસાના ભૂતપૂર્વ પ્રમુખ (સાયન્સ) એલેન સ્ટર્નએ જણાવ્યુ કે આ ઉલ્કાપિંડ મળી આવવા જાન્યુઆરીમાં નાતાલની ખુશી મળવા સમાન છે.


નોંધઃવાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.