તેઓ પાસે કદાચ થિયેટર અથવા ટેલિવિઝન સેટ નહિ હોય, પણ પ્રાચીન પેરુવાસીઓ, પોપ કોર્ન ચાવવાના કે ખાવાના આજના આપણા મોર્ડન મૂવિ-વોચિંગ કલ્ચરનો એક ભાગ હતા. ટૂંકમાં સિનેમાહોલમાં બેસીને મોંઘીદાટ પોપ કોર્ન ખાનારાઓએ પોતે ‘મોર્ડન’ હોવાના વહેમમાં ન રહેવું જોઇએ. કેમ કે, સાડા છ હજાર વર્ષ પહેલાં પેરુવાસીઓ પોપ કોર્ન ખાતા હતા.
-હજારો વર્ષ પહેલાં પેરુવાસીઓ પોપ કોર્ન ખાતા હતા
-મૂવિ વોચિંગ કલ્ચરનો ભાગ છે થિયેટરમાં બેસીને પોપકોર્ન ખાવા
સંશોધનકર્તાઓએ પુરાવા શોધી કાઢયા છે જે સૂચન કરે છે કે પેરુના દરિયાકાંઠે વસવાટ કરતો સમુદાય આજથી ૬,૭૦૦ વર્ષ પહેલાં પોપ કોર્ન ખાતો હતો.પેરુના ઉત્તરીય દરિયાકાંઠા પરના પરેડોન્સ અને હ્યૂઆકા પ્રિએટા ખાતેથી ૬,૭૦૦થી લઇને ૩,૦૦૦ વર્ષ પહેલાંની તારીખના કોર્ન(મકાઇ)નાં બીજ, પાંદડાં, છોડ અને દાણાના અવશેષ શોધી કાઢયા બાદ આ તારણ પર સંશોધનકર્તા આવ્યા છે.
સ્મિથસોનિયનના નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી ખાતેના ન્યૂ વર્લ્ડ આર્કેઓલોજીના કયૂરેટર અને સ્ટીડી રિસર્ચર પિપેર્નોએ જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષની મહેનત દરમિયાન આ પુરાવા મળી આવ્યા છે. મકાઇનાં બીજ અને દાણા મળી આવ્યા છે તે પરથી એવું અનુમાન કરી શકાય કે પ્રાચીન વસાહતીઓ મકાઇને પોપ કોર્ન તરીકે અથવા તેના લોટની વાનગી બનાવીને ખાતા હતા. પેરુનિયન પોપ કોર્ન એ દ.અમેરિકાના પોપ કોર્ન માટેના સૌથી જુના સૂક્ષ્મ દાણાના પુરાવા છે.
સંશોધન ટીમના વડા પિપેર્નોએ જણાવ્યું હતું કે ‘ટેઓસિન્ટે’ તરીકે ઓળખાતા જંગલીખાતામાંથી નીકળેલી આ મકાઇને લગભગ ૯,૦૦૦ વર્ષ અગાઉ મેક્સિકોમાં ઘરેલુ ચીજવસ્તુ તરીકે સૌપ્રથમવાર અપનાવવામાં આવી હતી.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.