બેઇજિંગના ઝિજિયાંગ પ્રાંતની રાજધાની હેંગઝુઆઉના એક પોલીસ અધિકારી વાંગ પીઇજુને સેક્સ રેકેટના ધંધાને બંધ કરવા માટે એક નવી પહેલ કરી છે. પોલીસને મળેલી જાણકારી પ્રમાણે અહીંના લગભગ 99 ટકા સલૂનમાં દેહવ્યાપાર ફૂલી ફાલી રહ્યો છે. એવામાં પોલીસ દ્વારા કેટલાંક સલૂનો પર પાડેલી રેડ યુવક અને યુવતીઓને ભારે પડી ગઈ.
પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા આ યુવક યુવતીઓના સ્વજનોને પોલીસે પત્ર દ્વારા માહિતી આપી દીધી છે. વાંગ જણાવે છે કે પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે તમારા ઘરની એક વ્યક્તિ સલૂનમાં કામ કરે છે, પણ એ શું કામ કરે છે તે જાણવાનો તમને પૂરેપૂરો હક છે. યુવતીઓના પિતાને લખવામાં આવેલા પત્રોમાં એવું લખાયું હતું કે તમારી દીકરી દેહવ્યાપારમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત થઈ ગઈ છે. જો તમે અમને આ મામલે સહયોગ કરશો તો તેને ફરીથી સારી જિંદગી મળી શકશે.
પોલીસે બે મહિનામાં લગભગ આવા 60 જેટલાં પત્રો લખ્યા છે. તેમાંથી 80 ટકા લોકોએ પત્રના વ્યવસ્થિત જવાબ આપ્યા છે. પોલીસને મળતી માહિતી અનુસાર આ વાલીઓએ ટૂંક સમયમાં જ પોતાની દીકરીને આ ધંધામાંથી પાછી લઈ આવવાની ખાતરી આપી છે. આમાંની કેટલીક યુવતીઓ તો એવી છે કે તેમને ખૂબ લાંબા સમયમાં ખેંચી લાવવામાં આવી છે અને કેટલીકને તો પોતાના ઘર ક્યાં છે તે પણ ખબર નથી.
*