અમેરિકાના પેન્સિલ્વિનિયામાં હેરિ હિબ્બસની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેણી ઉપર આરોપ છે કે, તેણે પત્નીને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે, તેને લાગતું હતું કે, તેની પત્ની સોશ્યલ નેટવર્કિંગની સાઈટ ફેસબુક ઉપર વધુ સમય વિતાવે છે.
-ફેસબુકનો 'વધુ' ઉપયોગ કરતી પત્ની પર ગોળીબાર
-સંબંધના સમીકરણ વર્ણવતો કિસ્સો
-પહેલા પતિ-પત્નીની વચ્ચે થતી હતી બોલાચાલી
ક્રિસમસની પૂર્વ સંધ્યાએ હેરિ હિબ્બસની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ રજાઓના કારણે તે પાંચ લાખ ડોલરનો દંડ ભરી શક્યો ન હતો. પોલીસના કહેવા પ્રમાણે, જ્યારે હેરી અને તેની પત્ની એન્ના વચ્ચે બોલાચાલી થઈ રહી હતી. ત્યારે હેરીએ એન્નાને માથા પર બંદૂક મારી હતી અને ગોળી મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ બંદૂકમાં ખામી ઊભી થતા ગોળી મારી શક્યો ન હતો. એન્ના કહેવા પ્રમાણે, તેણીના પતિને લાગતું હતું કે, તેણી ફેસબુકનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. આ કેસ અંગે વધુ સુનાવણી ચોથી જાન્યુઆરીના થશે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.