બાંગ્લાદેશમાંથી બે ભારતીય વ્યક્તિના હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે તેને મોસ્ટ વોન્ટેડ યાદીમાં જાહેર કર્યો હતો.
બ્રિટિશ સરકારે ભારતીયના હત્યારા 27 વર્ષીય આયબ ખાનના પ્રત્યાર્પણ માટે ઢાકામાં એક અરજી મોકલી છે. ખાને પુર્વ લંડનમાં ઓગષ્ટ 2003માં અમરજિત સિંઘ અને તેના ભત્રીજા રાજીન્ડર સિંઘની હત્યા કરી હતી. પાર્કિંગ બાબતે થયેલા ઝઘડામાં તેમને મશિન ગન વડે ગોળી મારીને ઠાર મારવામાં આવ્યાં હતા.
ઢાકા પોલીસે ખાનની તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે ખાનની માહિતી આપનાર વ્યક્તિને દસ હજાર પાઉન્ડના ઇનામની જાહેરાત કરી હતી.