બ્રિટનની પોલીસ દ્વારા 66 વર્ષીય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ધરપકડનું કારણ ઈરાકમાં સદ્દામ હુસૈનના કાંસાના નિતંબ છે. જેને ઈરાક યુદ્ધ બાદ ગેરકાયદેસર રીતે ઈરાકથી લાવવામાં આવ્યા હતા.
-સદ્દામના 'નિતંબ'ના કારણે થઈ એકની ધરપકડ
-બ્રિટનના નાગરિકની થઈ ધરપકડ
-ઈરાકમાં કર્યો હતો કાયદાનો ભંગ
વર્ષ 2003ના ઈરાકના નિષેધાત્મક આદેશોના સંદેહમાં તેની ધરપકડ કરવામાં આવી છે. જેના હેઠળ ઈરાકમાંથી પુરાતત્વીય, ઐતિહાસિક, સાંસ્કૃત્તિક અને સાંપ્રદાયિક મહત્વની ચીજોને ઈરાકમાંથી બહાર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ડર્બીશાયર પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર છોડી મુકવામાં આવ્યો છે. તેની સામે તપાસ પણ પડતર છે. બ્રિટનની એસએએસ રેજિમેન્ટના સૈનિક નિગલ સ્પડ એલી દ્વારા સદ્દામના નિતંબને ઉપાડી લાવવામાં આવ્યા હતા. તેના કહેવાપ્રમાણે, અમેરિકાના મરીને તેને આ કટકો આપ્યો હતો. સદ્દામની પ્રતિમા સંસ્કૃત્તિનો ભાગ કેવી રીતે હોય શકે તેવો સવાલ પણ એલીએ ઉઠાવ્યો હતો.
ગત વર્ષે સદ્દામની વિશાળ મૂર્તિના નિતંબને વેંચવા કાઢવામાં આવ્યા હતા. આ માટે 3,90,000 ડોલરની કિંમત રાખવામાં આવી હતી. પરંતુ કોઈ લઘુત્તમ કિંમત આપવા તૈયાર થયું ન હતું . જેના કારણે આ સોદ્દો થઈ શક્યો ન હતો. અન્ય એક શખ્સની પણ આ કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સનું નામ બહાર પાડવામાં નથી આવ્યું,
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.