અમેરિકાથી ક્રિસમસની રજાઓમાં પરત ફરનારા એક અમેરિકન યુવકની મુબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે, તેણે એક યુવતિના અશ્લીલ ફોટોગ્રાફ્સ પાડ્યા હતા.
-ન્યૂડ ફોટો કેસમાં અમેરિકાથી આવેલા વિદ્યાર્થીની ધરપકડ
-અમેરિકામાં મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી
-ક્રિસમસ ઊજવવા આવ્યો હતો ભારત
મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે, 23 વર્ષીય વિદ્યાર્થી સ્વપ્નિલ બલિરામ પાટોલેની બે વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોલ્હાપુર ખાતે શૈક્ષણિક કોલેજના પરિસરમાં રહેતી એક યુવતિએ પાટોલે વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેણીના કહેવા પ્રમાણે, બંને વચ્ચે મિત્રતા રહી હતી. એ સમયે સ્વપ્નિલ દ્વારા તેણીની અશ્લીલ તસવીર ખેંચવામાં આવી હતી. જેના આધાર પર સ્વપ્નીલ દ્વારા દુષ્કર્મ કરવાનો અને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
બે વર્ષ પહેલાનો આ કેસ સ્વપ્નીલની સામે નોંધાયો હતો. તેના આગમન અંગે એરપોર્ટ સ્થિત અપ્રવાસી એકમને મુંબઈની સાઈબર ઈનવેસ્ટિગેશન ટીમ દ્વારા સતર્ક કરવામાં આવ્યું હતું. જેના આધાર પર આ ધરપકડ શક્ય બની હતી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.