
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર લેનેટ્ટી નેવેલે તેની ‘એનિ-હ્યુમન’પ્રોજેક્ટની શ્રેણીના ભાગરૂપે આ અદભૂત અને વિલક્ષણ તસવીરો પાડી છે. જેમાં ૧૨ ફૂટ લાંબા અજગર, ચિત્તા અને હાથી સાથે મોડેલોએ જે તે પ્રાણી જેવો જ શણગાર સજીને આ તસવીરો આપી છે. ખરેખર આ મોડેલ્સની હિંમતને પણ દાદ આપવી જોઇએ કે તેમણે આવા ખૂંખાર પ્રાણીએ સાથે મળીને આ કલાને સજીવ કરી છે.
જાસ્મિન,કૈરા અને પૌલો નામના મોડેલ્સે અજગર, હાથી, ચિત્તો અને વાઘ જેવી અદ્દલ છબી ઊપસાવવા માટે નિ:વસ્ત્ર થઇને પોતાના શરીર પર ચાર-ચાર દિવસ સુધી સતત સાત-સાત કલાક સુધી પેઇન્ટિંગ કરાવ્યું હતું.આવી અદભૂત તસવીરો ઝીલીને ફોટોગ્રાફર નેવેલ વિશ્વને એ દર્શાવવા માગે છે કે મનુષ્ય અને પ્રાણી બન્ને કુદરત જ એક હિસ્સો છે.
ફોટોગ્રાફી માટે વિદેશી પ્રાણીઓને લાવવામાં આવ્યા હતા અને તેને ટ્રેઇનરોએ પણ ખૂબ જ મહેનત કરવી પડતી હતી. કેમ કે, ફોટોગ્રાફી વખતે આ હિંસક પ્રાણી કોઇ મોડેલ પર હુમલો ન કરે તે બાબત પણ ધ્યાનમાં રાખવાની હતી. નોવેલને પશુ-પ્રાણીઓ પ્રત્યે બાળપણથી જ લગાવ હતો. કેમ કે, તેના પિતા ટ્રેઇનર હતા.



