અમેરિકાની એક વેબસાઈટ વાઈસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર કોરિયાનો સરમુખત્યા કિમ જોંગ ઈલ પોતાના દેશના લોકોને વેંચી રહ્યો હતો. વાઈસના દાવા પ્રમાણે, નોર્થ કોરિયાના નાગરિકોને મજૂર સ્વરૂપે રશિયાના સાઈબેરિયા પ્રાંતમાં મોકલવામાં આવતા હતા. ફ્રિલાન્સ પત્રકાર સિમૉન ઑસ્ટ્રોવસ્કીએ વાઈસની ટીમ સાથે સાઈબેરિયાના પ્રવાસ દરમિયાન આ ડોક્યુમેન્ટ્રી તૈયાર કરી હતી. જેમાં નોર્થ કોરિયાના કથિત લેબર કેમ્પ્સ દર્શાવવામાં આવ્યા હતા.
-દેશની ગરીબી દૂર કરવા લોકોને 'વેંચતો' હતો કિમ જોંગ ઈલ -ડૉક્યુમેન્ટ્રીમાં થયો પર્દાફાશ, અમેરિકાની વેબસાઈટ દ્વારા પર્દાફાશ
અમેરિકાની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, સાઈબેરિયામાં ઉત્તર કોરિયાના લોકો એક નાનકડી કોલોનીમાં રહે છે. વર્ષ 1994માં પણ બ્રિટિશ અખબાર 'ધ ઈન્ડિપેન્ડટન્ટ'એ દાવો કર્યો હતો કે, વર્ષ 1967થી નોર્થ કોરિયાના મજૂરોને સાઈબેરિયા મોકલવામાં આવી રહ્યાં છે. રશિયાના તત્કાલીન નેતા નિકિતા ખુશ્ચોવે ઉત્તર કોરિયા તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર અને સૌજન્ય દર્શાવવા માટે આમ ક ર્યું હતું. તેમણે ઉત્તર કોરિયાના તત્કાલીન નેતા કિમ સુંગ ઈલને શ્રમ શિબિર ચલાવવાની મંજૂરી આપી હતી.
એવું કહેવાય છે કે, જો સુંગ તેના વિરોધીઓને અહીં મોકલતો હતો. વાઈસ વેબસાઈટના કહેવા પ્રમાણે, દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે નાગરિકોને મજૂર બનાવીને રશિયા મોકલવામાં આવતા હતા. મોટાભાગના મજૂરોની હાલત 40 વર્ષ આસપાસ હતી. જો કોઈ મજૂર રશિયાના લેબર કેમ્પમાંથી નાસી જઈને ફરી કોરિયા જવાનો પ્રયાસ કરે, તો તેમને કડક સજા કરવામાં આવતી હતી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.