કંબોડિયા યુદ્ધના અપરાધીની અરજી હાઈકોર્ટે શુક્રવારે એટલે કે આજે નામંજૂર કરી દીધી છે, અને તેની સજામાં વધારો કરતા કોર્ટે તેને માત્ર આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
કેઇંગ ગ્વિક ઇવ, સામાન્ય રીતે જે તેના ઉપનામ ડચ તરીકે ઓળખાય છે, તેણે 2010માં અપિલ કરી હતી અને 35 વર્ષની સજા સામે એવા તર્ક સાથે દલિલ કરી હતી કે તે માત્ર ખમેર રજ શાસનના સિનિયર અધિકારિઓએ આપેલા ઓર્ડરનું પાલન કરી રહ્યો હતો.
- તેની ઉપર યુદ્ધનો અપરાધ, માનવતા વિરૂદ્ધ અપરાધ, હત્યા અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવાયો હતો - ડચ તે એસ-21 જેલનો વડો હતો, જ્યાં 14000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. - ડચને અપરાધી ગણવામાં આવ્યો હતો અને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. - કંબોડિયાની આબાદીનો ત્રીજો ભાગ એટલે કે 1.7 લાખ લોકો તેના ત્રાસથી મોતને ભેટ્યા હતા
જ્યારે તે અપરાધી સાબિત થયો ત્યારે તે 67 વર્ષનો હતો, જેની ઉપર યુદ્ધનો અપરાધ, માનવતા વિરૂદ્ધ અપરાધ, હત્યા અને ત્રાસ ગુજારવાનો આરોપ લગાવાયો હતો.
ડચ તે એસ-21 જેલનો વડો હતો, જ્યાં 14000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલાક લોકોને ત્યાંથી જીવતા બહાર કાઠવામાં આવ્યા. માત્ર ડઝન જેટલા તે વિયેતનામી છે જે 179માં કંબોડિયા આક્રમણમાં મળ્યા હતા.
ન્યાયાધીશે ડચને 2010માં આપેલી સજા અંગે બોલતા કહ્યું કે "તેઓએ ડચને આપેલી સજામાં તેને વ્યક્ત કરેલો પછતાવો, તેને નિભાવેલી જવાબદારી અને કોર્ટને આપેલા સહયોગને ધ્યાનમાં લીધુ છે."તેઓએ કહ્યું કે "ખમેર રુજના આક્રામક વાતાવરણને પણ ધ્યાનમાં રાખ્યું છે."
ડચને અપરાધી ગણવામાં આવ્યો હતો અને માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. તેણે એવો તર્ક આપીને દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રિય કાયદો તેને લાગૂ ના થઈ શકે કેમ કે તે માત્ર તેના અધિકારીઓના ઓર્ડરનું પાલન કરી રહ્યો હતો.
આ મુદ્દે કોર્ટની કાર્યવાહી 2007માં શરૂ કરવામાં આવી અને વર્ષ 2010માં કોર્ટે તેનો પહેલો નિર્ણય સંભડાવ્યો. કંબોડિયાના ડોક્યૂમેન્ટેશન કેન્દ્ર પ્રમાણે કંબોડિયાની આબાદીના લગભગ એક ત્રત્યાંસ ભાગ એટલે કે 1.7 લાખ લોકોની વર્ષ 1975-1979સુધીમાં ખમેર રુજ શાસનના પરિણામે દેહાંતદંડ, વ્યાધી, રોગો, ભુખમરો અને વધુ પડતા કામ કરાવાના કારણે મૃત્યુ થઈ હતી.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.