તાજેતરમાં કોલંબોથી હોંગકોંગ શ્રીલંકન એરલાઈન્સની એક ફ્લાઈટ જઈ રહી હતી. જેમાં ફિલિપિન્સની મહિલાને પ્રિમેચ્યોર ડિલિવરી થઈ હતી. જો કે, આ ડિલિવરીની વિશિષ્ટતા એ રહી હતી કે, જૂહી ચાવલાએ આ ડિલિવરી કરાવી હતી.
પૂર્ણપણે સ્વસ્થ બાળકની ડિલિવરી રાજસ્થાનના ડૉ. જૂહી ચાવલાએ કરાવી હતી. બેંગકોંગ પહોંચવાના અડધા કલાક પરહેલા તેમણે ડિલિવરી કરાવી હતી. જૂહી ચાવલાઅને તેમના મિત્રો ન્યૂયોર્ક ફરવા જવાના હતા. પરંતુ એક-બે મિત્રોના વિઝા કેન્સલ થવાના કારણે તેઓ ટૂર કેન્સલ કરીને હોંગકોંગ જવા રવાના થયા હતા.
ઉડ્ડાણ દરમિયાન ફિલિપિન્સની એક મહિલા યાત્રીને પ્રિમેચ્યોર ડિલિવરી થવાની સ્થિતિ હતી. ત્યારે ડૉ. જૂહીએ મહિલાને સંભાળી હતી અને તેણીની ડિલિવરી કરાવી હતી. ડિલિવરી બાદ બાળકના શ્વાસ રોકાયેલા હતા. પરંતુ સીપીઆર દ્વારા શ્વાચ્છોશ્વાસને સામાન્ય કરવામાં આવ્યો હતો.
આ પગલા માટે શ્રીલંકન એરલાઈન્સ દ્વારા જૂહી ચાવલને 200 અમેરિકન ડોલરનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત શ્રીલંકન એરલાઈન્સ અને જીજેસી હોલિડેઝ દ્વારા જૂહી ચાવલાને દિલ્હીથી બેંગકોંગનું હોલિડે પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.