અમરીકી સૈનાએ ઇરાક છોડ્યુ, યુદ્ધ સમાપ્ત
4500 સૈનિક ગુમાવવા પછી આખરે અમરીકી સેનાએ ઇરાક છોડ્યુ. ઇરાકને તહસ નહસ કર્યા પછી અમેરીકા ઇરાકમાં શાંતિ સ્થપાઇ ગયા હોવાના બણગા ભલે ફૂકતો હોય પરંતુ હકીકત તો એ છે કે, આજેય ઇરાકમાં હિંસામાં દર મહિને 350થી વધુ ઇરાકીઓ જાન ગુમાવી રહ્યા છે.
ઇરાકમાં હયાત છેલ્લા અમરીકી સૈનિકો પણ હવે ઇરાક છોડીને કુવેત જતા રહ્યા છે. આ સાથે જ ત્યા 9 વર્ષથી ચાલી રહેલો અમરીકી સૈન્ય અભિયાન પૂર્ણ થઇ ગયો છે.
રવિવારે સવારે અમરીકી સૈનિકોનો છેલ્લો કાફલો કૂવૈત સીમામાં પ્રવેશ કરી ગયો.
ઇરાકમાં અમરીકી સેનાનો અભિયાન 2003માં અમરીકાના પ્રથમ હુમલા સાથે શરૂ થયો જેના કારણે સદામ હુસૈન શાસનનો અંત થયો.
સદામને સત્તા પરથી હટાવ્યા પછી ઇરાકમાં વિદ્રોહીયો સાથે સંઘર્ષની શરૂઆત થઇ. જે દરમિયાન અમરીકાના લગભગ 4500 સેનિકો માર્યા ગયા, 32000 ઘવાયા અને સૈકડોં અરબ ડોલર સૈન્ય અભિયાન પર ખર્ચી નાખવામાં આવ્યા.
એક સમય ઇરાકમાં એક લાખ 70 હજાર અમરીકી સૈનિક મોજુદ હતા અને તેના 500થી વધુ અડ્ડા હતા.
રાષ્ટ્રપતિ ઓબામાં એ ઓક્ટોબરમાં ઘોષણા કરી હતી કે તમામ એમરિકી સૈનિકો 2011ના અંત સુધી અરાક છોડી દેશે. આ તારીખ પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ બુશે 2008માં નક્કી કરી હતી.