અમેરિકાએ ઇરાનના કુમ શહેરની નજીક બની રહેલા પરમાણુ સંવર્ધન સંયંત્ર પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ એક બેજવાબદાર પગલું છે અને ઇરાને તેના પરમાણુ મુદ્દે પશ્વિમી દેશો સાથે વાતચીતના ટેબલ પર પાછું આવવું જોઇએ.
અમેરીકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને ગઇકાલે જણાવ્યુ હતુ કે આનાથી એ સ્પષ્ટ થઇ જાય છે કે ઇરાન પોતે જ પોતાને વિશ્વના અન્ય દેશોથી અલગ કરવા માગે છે. તેમણે આ ટીપ્પણી એવા સમયે કરી છે જ્યારે થોડા દીવસો પહેલા ઇરાને સ્પષ્ટપણે કહ્યું હતું કે કે નજીકના સમયમાં જ કુમ શહેર નજીકની પહાડીઓમાં બની રહેલ ફોર્દો પરમાણુ સંવર્ધન સંયંત્ર કામ કરવાનું શરૂ કરી દેશે.
ઇરાન અને અમેરીકાના તંગ બનેલા સંબંધોની વચ્ચે અમેરિકાએ તેના નવા રક્ષા વિધેયકમાં એવી ઘણી જોગવાઇઓ કરી છે જે અન્ય દેશોને ઇરાન સાથેના તેમના વ્યાપારિક સંબંધ તોડવા પર મજબૂત કરી દેશે.