Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Photo Feature
 

ઈરાને ખોલી નાખી અમેરિકાની પોલ, જુઓ વીડિયો

 
Source: Agency, Tehran   |   Last Updated 1:23 PM [IST](09/12/2011)
 
 
 
 
 

ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલ દ્વારા અમેરિકાના ડ્રોન વિમાનનો વીડિયો પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ વિમાનને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી ઈરાનની સીમા પાસે તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

-વીડિયો: ઈરાને તોડી પાડેલા અમેરિકાના જાસૂસી વિમાનનો કાટમાળ
-ઈલેક્ટ્રોનિક ટેક્નિક દ્વારા ઈરાને મેળવ્યો અમેરિકાના વિમાન પર કબ્જો
-કરાવ્યું ઉતરાણ


તસવીરોમાં ઈરાનના સૈન્ય અધિકારીઓને ક્રિમ કલરના એક વિમાનનું નિરીક્ષણ કરતા જોઈ શકાય છે. જે આરક્યુ-170 ડ્રોન વિમાન હોવાનું જાણવા મળે છે. જે ખાસ ક્ષતિગ્રસ્ત નથી. અમેરિકાના અધિકારીઓ પણ સ્વીકારે છે કે, એક માનવ રહિત વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. જેનું મુખ્ય કારણ ટેક્નિકલ ખામી છે.

ઈરાની અધિકારીઓના કહેવા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી અમેરિકાના ડ્રોન વિમાનને કબ્જે લેવામાં આવ્યું હતું. વિમાનની સ્થિતિ જોતા અમેરિકાના દાવા કરતા ઈરાનના દાવામાં વધુ વજન જણાય છે.

ઈરાનના દાવા પ્રમાણે, ઈલેક્ટ્રોનિક ટેક્નિક દ્વારા કબ્જો મેળવીને તા. 4 ડિસેમ્બરના આ વિમાનને અફઘાનિસ્તાનની સરહદથી સવા બસો કિલોમીટર દૂર કાશમાર શહેર પર ઉડતું હતું ત્યારે ઉતારી લેવામાં આવ્યું હતું. પેન્ટાગોનના અધિકારીઓને આશંકા છે કે, ઈરાન ડ્રોનની ટેક્નોલોજી ચોરી શકે છે. ઈરાનના મીડિયામાં પ્રકાશિત સમાચાર પ્રમાણે, ઈરાનના વિદેશપ્રધાને સ્વિત્ઝરલેન્ડના રાજદુતને બોલાવીને અમેરિકાના વિમાન દ્વારા કરવામાં આવતી જાસૂસી પ્રત્યે નારાજગી પ્રગટ કરી હતી. ઈરાને અમેરિકા પાસેથી આર્થિક વળતર પણ માંગ્યું છે.

અમેરિકા અને તેના સહયોગી રાષ્ટ્રોનો આરોપ છે કે, ઈરાન દ્વારા ગુપ્ત રીતે પરમાણુ હથિયાર વિકસાવવામાં આવી રહ્યાં છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સીધો રાજદુતાલય સંપર્ક નથી આથી સ્વિત્ઝરલેન્ડ દ્વારા જ મધ્યસ્થની ભૂમિકા ભજવવામાં આવે છે. ઉપરાંત ઈરાને અમેરિકા પાસેથી સ્પષ્ટીકરણ પણ માંગ્યું છે.

તમારો મત

શું તમને લાગે છે કે અમેરિકાનું બીજું નિશાન ઈરાન છે? શું આગામી સમયમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.