પાકિસ્તાનના ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ આતંકવાદી સંગઠનો દ્વારા ખોલાવાયા છે બેંક ખાતા
- આ ખાતામાંથી થઇ રકમની લેવડ- દેવડ
- આ પાછળ સંગઠનોની સક્રિયતા પણ હોવાની ગુપ્તચર એજન્સીને ભીતિ
પાકિસ્તાનના ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ આતંકવાદી સંગઠનો દ્વારા ખોલાવાયા છે બેંક ખાતાપાકિસ્તાનના ગુપ્તચર એજન્સીએ સરકારને ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો દ્વારા નવા નામથી બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને તે ખાતામાં દેશ અને વિદેશથી રકમ પણ ટ્રાન્સફર થઇ રહી છે.
ગુપ્તચર એજન્સીના દાવા પ્રમાણે આ તે જ આતંકવાદી સંગઠનો છે કે પાછલા ઘણા સમયથી સુરક્ષાબળોની સક્રિયતાને કારણે નિષ્ક્રિય બન્યા હતા.
એજન્સી તરફથી મળેલા સમાચાર પ્રમાણે પ્રતિબંધિત આવા આતંકવાદી સંગઠનોના વિભિન્ન નામથી બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
- ઘણાં પ્રતિબંધિત સંગઠનોએ વિભિન્ન નામોથી બેંક ખાતાઓ ખોલાવી, તેમાં દેશ અને વિદેશથી નાણાં જમા કર્યા છે.
• જેમાંથી અમુક સંગઠનો એવા પણ છે કે જે કટ્ટરપંથી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હવે કલ્યાણકારી કાર્યોમાં પણ વ્યસ્ત છે.
• પૈસાની થયેલ ટ્રાન્સફરને આ પ્રતિબંધિત સંગઠનોના સક્રિય થવા પાછળ પૈસાની થયેલ ટ્રાન્સફર મનાય છે.
• ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે સાત પ્રતિબંધિત સંગઠનોના લોકોએ વિભિન્ન નામોથી ખોલાવ્યા છે બેંક ખાતા
• આ રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની અને વિદેશી મુદ્રામાં બેંકમાં ખાતા ખોલાવીને તેનો ઉપયોગ પણ શરૂ
-ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની સરકારના 24 સંગઠનોના બેંક ખાતા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે જેમાં લશ્કર – એ – તોયબા, જૈશ- એ મોહમ્મદ, તાલિબાન પાકિસ્તાનનો સમાવેશ છે.