કટ્ટર પંથીઓ દ્વારા સળગાવવામાં આવેલા હિંદુ મંદિરો અને હિંદુ લોકોની મારપીટ અને દુકાનના તોડફોડના કિસ્સાના પગલે શનિવારે સવારે પોલીસ દ્વારા 800થી વધુ કટ્ટરપંથીઓ પર બે કેસ નોંધ્યા છે.
સૂત્રો પ્રમાણે, કેટલાક ધાર્મિક કટ્ટરપંથી જમ્માત- એ- ઇસ્લામી અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂવાર સાંજથી કેટલાક હિંદુ મંદિરોને નિશાન બનાવી મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેને આગચંપી કરવામાં આવી હતી.
જો કે આ અંગે મંદિરોમાં તોડફોડ માટે ગુરૂવારે સાંજે એક મસ્જિદ પર થયેલ હુમલો પણ કારણભૂત મનાય છે.આ અંગે હિંદુ માઇનોરીટીના પ્રમુખે તંત્રના ઉદાસીન વલણને જવાબદાર ઠેરવ્યું છે.
શુક્રવારે સવારે 11 વાગ્યાના સુમારે ચિત્તગોંગ રંગામતી રોડને બંધ કરી જાહેર રસ્તા પર પ્રાર્થના કરી હતી અને આ પ્રદર્શનકારીઓએ મસ્જિદો પર હુમલા કરનાર શખ્સોની પણ માંગ ઉઠાવી છે.
આ અંગે પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસે એક કેસ મંદિરો પર થયેલા હુમલા અને તોડફોડ અંતર્ગત કટ્ટરપંથીઓ વિરુદ્ધ કર્યો છે.જ્યારે શહેરના હાઇવેને રોકવા માટે અને પોલીસ પર હુમલા અંતગર્ત બીજો કેસ નોંધાયો છે.
તાજેતરમાં પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને પરિસ્થિતિ સુધરતા તંત્ર દ્વારા ધારા 144 હેઠળ સાર્વજિક સ્થળો પર ભેગા થવાના પ્રતિબંધને ઉઠાવી લીધો છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનકટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.