માનવ પોતાનો સ્વાર્થ સાધવા મુંગા પ્રાણીઓ સાથે કેવા અત્યાચાર કરે છે તેનો જીવતો જાગતો નમુનો છે આ વીડિયો.
મુંગા પ્રાણી માટે કહેવાતી પ્રસિદ્ધ કંપનીઓ પણ જીવદયા અંગે કેટલી જાગ્રત છે તે જુઓ.
- એક અમેરિકાની કંપની વોલમાર્ટને સીધા પોર્કના ઉત્પાદનોની સપ્લાય કરે છે
- પશુ કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતાઓ રાખતી વોલમાર્ટ કંપનીનું ખરેખર સત્ય શું છે
અમેરિકાની દ હ્યુમન સોસાયટીએ અમેરિકાના ચોટીના પાંચ પોર્ક ઉત્પાદનો (ભુંડના માંસ) માંથી બે નમુનાને તપાસ કરવા મોકલ્યા, જેમાંથી એક અમેરિકાની કંપની વોલમાર્ટને સીધા પોર્કના ઉત્પાદનોની સપ્લાય કરે છે.
આ તપાસ કરતા માલુમ પડ્યુ કે કેટલી ઓછી જગ્યામાં અને ખરાબ રીતે ભુંડને ગર્ભધારણ માટે રાખવામાં આવે છે. આ તપાસથી માલુમ પડ્યું કે ગુણવત્તાના ઉંચા ધોરણવો દાવો કરતી અને પશુ કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતાઓ રાખતી વોલમાર્ટ કંપનીનું ખરેખર સત્ય શું છે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.