- વ્યાપક ભીડ કે રેલીથી દુર રહેવા અમેરિકન પ્રવાસોને હિમાયત
- આતંકવાદી તત્વોની ઉપસ્થિતિ અમેરિકન પ્રવાસી માટે ખતરારૂપ
અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના પ્રવાસે જનારા અમેરિકી પ્રવાસીઓને ચેતવ્યા છે. નાટોના હમલામાં 24 પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ બાદ પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધ્યો છે. આ ચેતવણી અન્વયે પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે ભીડ કે ટોળાથી દૂર રહેવા અંગે અમેરિકી પ્રવાસીઓને તાકીદ કરી છે.
અમેરિકી વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના પ્રવાસે જનારા અમેરિકી પ્રવાસીઓને ચેતવણી આપી છે .આ ચેતવણી અન્વયે પાકિસ્તાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે વ્યાપક ભીડ કે ટોળાથી દૂર રહેવા અંગે અમેરિકી પ્રવાસીઓને તાકીદ કરી છે.
આ અંગે અમેરિકી વિદેશમંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના ડ્રોન હુમલા અને ચાલી રહેલા ઊર્જાના સંકટને કારણે પાકિસ્તાનમાં વ્યાપક પ્રદર્શન અને મોટી રાજનૈતિક રેલીઓ થઇ રહી છે. જેને કારણે વિદેશ મંત્રાલયે આવી વ્યાપક રેલીઓ અને વિરોધ પ્રદર્શનથી દુર રહેવા પ્રવાસીઓને હિમાયત કરી છે.
વિદેશ મંત્રાલયે આ અંગે ચેતવતા કહ્યું છે કે, પાકિસ્તાનમાં અલ- કાયદા, તાલિબાન અને સ્વદેશી આતંકવાદીઓ તત્વોની ઉપસ્થિતિ એ પણ અમેરિકી પ્રવાસીઓ માટે ખતરારૂપ છે કે જેઓ સતત નાગરિકો અને વિદેશીઓને નિશાન બનાવી રહ્યા છે.
મંત્રાલયે કહ્યું છે કે આ આતંકવાદીઓ અમેરિકી નાગરિકો કે પશ્ચિમી દેશોના લોકો જ્યાં એકત્રિત થતાં હોય તેવા સ્થળો પર હુમલાઓ કરવાના પ્રયાસોમાં છે. આ ઉપરાંત સુરક્ષા કર્મીઓના વેષમાં છુપાયેલા આતંકવાદીઓથી પણ બચવા અંગે અમેરિકી પ્રવાસીઓને હિમાયત કરી છે.