અમેરિકામાં બેરોજગારી દર 8.3 ટકા ઘટ્યો છે. માત્ર જાન્યુઆરી મહિનામાં નવી 24 લાખ રોજગારની તકો ઊભી થઇ છે. રોજગારીની તકોનું વધેલું આ પ્રમાણ અમેરિકાની આર્થિક સ્થિતિમાં સુધારો આવવાનો સંકેત માનવામાં આવે છે.
આ અંગે એજન્સી તરફથી પ્રાપ્ય સમાચાર પ્રમાણે, બેરોજગારી દર જાન્યુઆરીમાં 8.3 ઘટ્યો છે.આ માસ દરમિયાન નોન એગ્રીકલ્ચર ક્ષેત્રમાં પણ અન્ય 243,000 નવા રોજગારો ઊભા થયા છે.
અહીં નોંધનીય છે કે અમેરિકાના પાછલા ઑગસ્ટ મહિનાથી બેરોજગારી દર સતત ઘટી રહ્યો છે જેમાં ઑગસ્ટ મહિનામાં આ દર 9.1 હતો.