સુડાનના વિદ્રોહીઓ આપેલા નિવેદન પ્રમાણે, તેઓ કેદમાં રહેલા 29 ચીની મજુરોને છોડવા માટે તૈયાર છે અને તે માટે તેઓ ચીની સરકારને સોંપવા માટેના માધ્યમને શોધી રહ્યા છે. ચીની સંવાદ એજન્સી શિન્હુઆએ સુડાન પીપુલ્સ લિબ્રશન આર્મી 'એસપીએલ' પ્રવક્તા ઓનર તાલુદીના હવાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. તાલુદીએ કહ્યું કે,અમે હજી વિચાર કરી રહ્યા છીએ કે ચીની મજુરોને કયા દિવસે છોડવા અને કયા પક્ષને સોંપવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેદીઓને છોડાવવા માટે ચીની અધિકારી દક્ષિણ સુડાનની રાજધાની જુબાથી સુડાન પરત આવ્યા બાદ તાલુદીએ આ નિવેદન આપ્યું છે.