અમેરિકામાં ગે લોકોને તેમના અધિકારોના સંબંધમાં એક મોટી સફળતા મેળવી છે. વોંશિગ્ટનમાં ગે લોકોના ના લગ્નને કાયદેસર રીતે માન્ય ગણવાનો વિધેયક પાસ થયો છે. ગે લોકાના માટેનો આવો વિધેયક પાસ થનારો વોશિંગ્ટન એ સાતમું રાજ્ય બન્યો છે, આ વિધેયક પર આવતા સપ્તાહે ગવર્નર પોતાના હસ્તાક્ષર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનમાં થયેલા સર્વે પ્રમાણે 43 ટકા લોકો ગે લોકોના લગ્ન અંગેના આ વિધેયકનુ સમર્થન કર્યુ છે.
તાજેતરમાં કેલિફોર્નિયાની એક કોર્ટમાં ગે લોકોના લગ્ન પરનો પ્રતિબિંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. અમેરિકામાં ન્યુયોર્ક, કનેક્ટિક્ટ, અયોવા સહિત સાત રાજ્યોમાં આ પહેલા સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યતા મળી છે.