Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

સિરિયામાં સરકારી દળોના હુમલામાં ૨૧૭નાં મોત

 
Source: Agency   |   Last Updated 12:14 AM [IST](05/02/2012)
 
 
 
 
 

સિરિયામાં સરકારના સુરક્ષાદળો દ્વારા એક્ટિવિસ્ટસ પર કરવામાં આવેલા મોટૉર હુમલા અને તોપમારામાં શનિવારે ૨૦૦થી વધારે વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું. છેલ્લા ૧૧ મહિનાથી અહીં શરૂ થયેલા લોકજુવાળમાં આ સૌથી વધુ લોહિયાળ ઘટના હોવાનું માનવામાં આવે છે.


સરકારે જણાવ્યું કે, હોમ્સ શહેરમાં સિરિયાનાં દળો દ્વારા હુમલા કરાયા હોવાના અહેવાલો સિરિયા વિરોધી સશસ્ત્ર સંગઠનો દ્વારા લોકોને ઉશ્કેરવા માટે ચાલી રહેલા અભિયાનના ભાગ રૂપે વહેતા કરવામાં આવ્યા છે. સિરિયામાં વધી રહેલી અરાજકતાના પગલે આ કટોકટીપૂર્ણ સ્થિતિનો મુત્સદ્દીગીરી સાથે ઉકેલ લાવવા માટેની કવાયત વધુ ઝડપી બની છે.


પરંતુ સિરિયાના મજબૂત સાથી રશિયાએ શનિવારે એવા સંકેત આપ્યા હતા કે, દેશમાં કોઈપણ રાજકીય પરિવર્તન માટેના ઠરાવનો તેઓ વિરોધ કરશે અને તેમણે પશ્ચિમી દેશો દ્વારા સમર્થિત મુસદ્દામાં પોતાના સુધારા પણ મોકલ્યા છે. વિદેશમંત્રી સેર્ગે લેવરોવે અમેરિકાને ચેતવણી આપી હતી કે રશિયાના મંતવ્ય વગર કોઈપણ ઠરાવ પર મત આપવાની કોશિશથી માત્રને માત્ર સુરક્ષા પરિષદ ખાતે ‘અન્ય કૌભાંડ’નું કારણ બની જશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.