- બીજા વિશ્વયુદ્ધમાં ડુબેલા જહાજને અમેરિકી દળે શોધી કાઢ્યું જેની હાલમા બજાર કિંમત ત્રણ અબજ ડોલર છે.
-બીજા વિશ્વયુદ્ધમાં ભુગર્ભ દોસ્ત થતાં આ જહાજે 4 લોકોનો ભોગ લીધો હતો જ્યારે 87 લોકોનો આદાબ બચાવ કરાવાયો હતો.
- 1942 સમયના આ જહાજની તે વખતે કિંમત હતી 5 કરોડ 30 લાખ
અમેરિકાના દળે સમુદ્રના તટમાંથી બીજા વિશ્વ યુદ્ધનો ખજાનો શોધી કાઢ્યો છે,જેની હાલમાં અંદાજિત બજાર કિંમત ત્રણ અરબ ડોલર છે. બ્રિટિશ સ્ટીમર પર પ્લેટિનમ રૂપે મળેલો આ ખજાનો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થયેલા તારપીડોના હુમલામાં ડુબાડી દેવામાં આવ્યો હતો.
આ અંગે બોસ્ટન ગ્લોબ જણાવે છે કે 1942 માં પોર્ટ નિકોલસન કેનેડાથી ન્યુયોર્ક જઇ રહ્યા હતા તે દરમિયાન તેમની પર થયેલા હુમલાને કારણે તે જહાજ ડુબી ગયું. ચાર લોકોની સાથે જળસમાધિ લીધેલ આ જહાજમાં 87 જણનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડુબેલા આ જહાજની તે વખતે (1942) કિંમત 5 કરોડ 30 લાખ હતી.
મૈસાચુસેટ્સથી લગભગ 50 કિમી દૂર સમુદ્રની નીચેથી શોધાયેલા આ બ્રિટિશ જહાજ એસ એસ પોર્ટ નિકોલસનના અવશેષને અમેરિકી રિસર્ચ કંપની ધ સબ સી રિસર્ચના સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યા છે.