ઇજિપ્તના પોર્ટ સેડમાં ફુટબૉલ મેચ બાદ ભડકેલી હિંસા બાદ લોકતંત્ર સમર્થકો અને પ્રદર્શનકારીઓએ સૈન્ય શાસકોને હટાવવાની માંગ કરી છે ત્યાં જ રાજધાનીમાં પોલિસ સાથે થયેલી ઝપાઝપીમાં વધુ 3 લોકો માર્યા ગયા છે અને સેકંડો વ્યક્તિ પણ ઘાયલ થયા છે.
શુક્રવારે ઝુમ્માની નમાઝ બાદ વ્યાપક વિરોધ અને પ્રદર્શન વ્યક્ત કરવા માટે અસંખ્ય લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ફુટબૉલ કાંડ માટે વિરોધ વ્યક્ત કરવા પ્રદર્શનકારીઓ અને સૈન્ય વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં સેકંડો લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શન કારીઓ મેચ બાદ થયેલી હિંસાને દુર્ઘટના નહીં પણ સૈન્ય નર સંહાર છે આવા નારા લગાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.