- પાંચ મહિનાની કુમળી વયની દીકરીને ખુદ માતા જ આપી રહી હતી શંકાસ્પદ કૃત્ય
લેડોના પાર્લિયર નામની 26 વર્ષીય માતાએ જ પોતાની 5 મહિનાની કુમળી દીકરીને શંકાસ્પદ રીતે નસોમાં ઇજેન્કશન આપી રહી હતી. આ અંગે હોસ્પિટલના અધિકારીઓએ હોસ્પટિલમાં લગાડેલા સીસી ટીવી કેમરા પરથી લેડોનાને રંગેહાથે પકડી છે.
નોર્થ કારોલીનામાં સ્થિત લેડોનાની પાંચ માસની બાળકી નાઓમી ઘણાં વખતથી બીમાર હતી, જેને કારણે તે હોસ્પિટલમાં સારવાર પણ અપાઇ રહી હતી. સૂત્રો પ્રમાણે હોસ્પિટલના ડૉક્ટરને લેડોનાના શંકાસ્પદ વર્તન પર ઘણા સમયથી શંકા હતી, જેથી તેમણે તેની દીકરી નાઓમીને કેમેરાથી સજ્જ રૂમમાં ટ્રાન્સફર કરી.
જ્યાં સીસીટીવી કેમરા દ્વારા લેડોના શંકાસ્પદ રીતે પોતાની બાળકીને નસોમાં ઇન્જેક્શન આપી રહી હતી.
પોલીસ દ્વારા બાળકી અને તેને અપાયેલા ઇન્જેકશનું હજી પરિક્ષણ કરાઇ રહ્યું છે.