- હિંસક ઝપાઝપીમાં છોડાયેલા રોકેટથી યુવકના ચહેરાનો અડધો હિસ્સો ઉડી ગયો
- ચહેરાનો અડધો હિસ્સો ઉડી ગયો હોવા છતાં પણ જીવીત રહી ગયો હતા આ શખ્સ
સીરિયામાં ચાલી રહેલા આ આંતરિક સંઘર્ષનુ ભયાવહ રૂપ લોકોની સામે ત્યારે આવ્યું જ્યારે જબ અસદના સૈનિકો દ્વારા છોડાયેલા રોકેટની ઝડપે આવેલા એક છોકરાના ચહેરા પરથી સામે આવ્યો, આ હિંસક ઝપાઝપીના ખેલમાં છોડાયેલા રોકેટમાં ઝડપાયેલા છોકરાનો અડધો હિસ્સો જ ઉડી ગયો. આશ્ચર્યની વાત છે કે આ છોકરાના ચહેરાનો અડધો હિસ્સો જ ઉડી ગયો હોવા છતાં પણ તે જીવતો બચી ગયો.
જો કે હજી એ વાતની પુષ્ટિ મળી નથી કે આ છોકરાને યોગ્ય સારવાર મળી શકી છે નહીં અને હજી સુધી તે જીવતો છે કે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીરિયાના વિભિન્ન સ્થાનોમાં થયેલી હિંસાએ રવિવારે 18 સૈનિકો અને સેનાના છ ભાગેડુ સૈનિકો સહિત 48 લોકોનો ભોગ લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ અસદની વિરુદ્ધ હોમ્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સુરત્રા બળો દ્વારા શુક્રવારે રાતે કરવામાં આવેલા હુમલામાં 200 લોકો માર્યા ગયા હતા.