એબીસી નામની એક ન્યુઝ ચેનલની ખ્યાતનામ એંકરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી. એંકર પોતાના લાઇવ ટીવી શો દરમિયાન એક કુતરાએ તેના ચહેરા પર હુમલો કરી કરડી ખાધુ. આ કુતરાને હાલમાં જ અથાગ પ્રયાસો કરી બચાવી લેવામાં આવ્યું.
ટીવી એંકર કાયલી ડેયર જ્યારે આ કુતરાને પંપાળવા આવી ત્યારે જ મેક્સ નામના આ આર્જેન્ટિની કુતરાએ ચેના ચહેરા પર દાંત ખુંપી દીધા.
મૈક્સ નામનો આ કુતરો સોમવારે એક ઠંડા પાણીના તળાવમાં પડી ગયો હતો. ઘણા પ્રયાસો બાદ પણ તે બહાર ના નીકળી શક્યો ત્યારે ફાયર બિગ્રેડની મદદથી આ કુતરાને બચાવી લેવામાં આવ્યું.
આ ઘટના બાદ પશુ નિયંત્રણ અધિકારીઓએ મૈક્સ નામના આ કુતરાને કેદ કરી લીધો છે અને તેના માલિક માઇકલ રોબિન્સન પર દંડ પણ લગાડ્યો છે.
જો કે હવે એંકર કાયલી ડેયરની હાલત ઠીક છે અને ડયેર ડેનવર હોસ્પિટલમાં કુતરાના કરડવાથી બહાર આવી રહી છે.