તાજેતરમાં, ચાઇનીઝ નિષ્ણાત અને ઓઇન્ગડો યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા થયેલા સંશોધન મુજબ, ચીનમાં અંદાજિત 1.6 કરોડ સ્ત્રીઓ સમલૈંગિક પુરૂષ સાથે લગ્ન કર્યા છે. સંશોધનમાં થયેલા ચોંકાવનારા નિષ્કર્ષ પ્રમાણે આ સંશોધનની મોટાભાગની સ્ત્રીઓ આવા લગ્ન પારંપરિક ચાલી આવતી પરંપરાને ટકાવી રાખવા માટે કર્યા છે.
પ્રોફેસર ઝાંગ બેઇ- ચાંઉએ કે જે આ સંશોધનના સંશોધન કર્તા છે તેમણે ચીનના એક સ્થાનિક પેપરમાં અંગે જણાવતા કહ્યું કે, એઇડ્સ અને એચઆઇવી અંતર્ગત સંશોધન પૈકી 90 ટકા સમલૈંગિક પુરૂષોએ પારંપરિક લગ્ન પ્રથાને અનુસરવાના દબાણ હેઠળ લગ્ન કર્યા છે. જેમને કારણે હજી પણ આવા ગે પુરૂષોની પત્નીઓ દુર્દશાથી ઝઝુમી રહી છે. આવી સ્ત્રીઓ બહાર લાવવા અને કાયદાકીય હક્કો આપવા પણ સખત પ્રયાસો કરવા પર તેમ પણ ભાર મુક્યો.
ગે પુરૂષો સાથે પરણી હોય તેવી 1200 સ્ત્રીઓના સંગઠનને ચલાવતી અને તેમના હકકો અપાવવા વેબસાઇટ ચલાવતા જાણીતા મેગેઝીન એડિટરે ઝીઓ યાઓએ કે જેઓએ પણ તેમના ગે પતિને ડાયવોર્સ આપ્યા હતા.
જો કે, 36 વર્ષીય ઝીઓ ડોંગે જે પોતે ગે છે તેમણે, આ સંશોધનના અહેવાલનુ ખંડન કરતા કહ્યું છે કે આ અંદાજિત આંકડો બિલકુલ વિશ્વસનીય નથી અને સંશોધનનો વિષય પણ પાયાવિહોણો છે. આ અંગે બેઇજિંગના 50 વર્ષીય મેંગ લિન કે જે પોતે ગે છે, તેમણે ઝેંગના આ સંશોધનને સમર્થન આપ્યું છે અને જણાવ્યું કે તેમણે પણ ઘણાં વર્ષો પહેલા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા પણ છેવટે એચઆઇવી પોઝિટીવ હોવાનું જાણવા મળતાં બંધનને તોડ્યુ હતું.
આ ઉપરાંત તેમણે કહ્યું કે સામાન્ય રીતે ગે પુરૂષો જ સામાજિક ભેદભાવનું કલંક બને છે. પણ આ માટે માત્ર એક જ પક્ષને દોષ આપવો યોગ્ય નથી.