127 વર્ષના દાદીમા હુઆના બાઉતિસ્તા દે લા કાનલેરિયા રોડ્રિગ્ઝ, પોતાનો 127મો જન્મ દિવસ ધામધુમથી ઉજવી રહ્યા છે.
ક્યુબાના વતની એવા આ દાદીમા માટે ક્યુબાના અધિકારીઓનો દાવો છે કે તે ક્યુબાના સૌથી વૃદ્ધ વ્યક્તિ છે અને કદાચ વિશ્વના પણ સૌથી વૃદ્ધ વ્યક્તિ પણ હોઇ શકે.
હુઆના બાઉતિસ્તાએ પાછલા મંગળવારે પોતાના પરિવાર અને મિત્રોની સાથે ગ્રાન્મા પ્રાંતના સિબા હુએકામાં ધામધુમથી જન્મદિનની ઊજવણી કરી.
સિવિલ રજિસ્ટ્રરી દસ્તાવેજએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે તેમનો જન્મ 2 ફેબ્રુઆરી 1885ના રોજ થયો હતો.
હુઆનાના 15 થી વધારે પ્રપૌત્ર- પ્રપૌત્રીઓ છે. તેમના સૌથી નાના દીકરાની ઉંમર છે 82 વર્ષ
જો કે હુઆના હજી પણ પુર્ણ રીતે સ્વસ્થ છે અને માનસિક રૂપે પણ એકદમ ચુસ્ત.