ઇસ્લામાબાદ. - પાકિસ્તાનના પ્રધાન મંત્રી ગિલાનીના ઘરના પાર્સલમાંથી મળ્યો ઘાતક પદાર્થ
- ગત ઓક્ટોબર માસમાં મોકલાવામાં આવ્યું હતું પાર્સલ
- તપાસ કરતા ઘાતક પદાર્થ એથ્રેંક્સ હોવાનું બહાર આવ્યુ
- સિંધ પ્રાંતમાંથી મળ્યું આ પાર્સલ
પાકિસ્તાન પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીના આવાસ પર ઘાતક એથ્રેંક્સથી યુક્ત એક પાર્સલ મોકલવામાં આવ્યું હતું. ઓક્ટોબરમાં મોકલવામાં આવેલા આ પાર્સલમાં ઘાતક એથેંક્સ હોવાનું લેબોરેટરી પરિક્ષણમાં બહાર આવ્યું છે.
પાકિસ્તાનના સમાચાર પત્ર ડૉન પ્રમાણે પાછલા વર્ષ ઓક્ટોબરમાં આવેલ આ પાર્સલમાંથી મળેલ ઘાતક પદાર્થ વિશે જાણીને ગિલાનીના ગૃહ પર સ્થિતિ સુરક્ષાકર્મીઓને પણ આ જાણીને દંગ રહી ગયા છે.
સુરક્ષાકર્મીઓની તપાસમાં જાણવા મળ્યું કે આ પાર્સલને સિંધ પ્રાંતના જામશોરો જિલ્લામાંથી મોકલવામાં આવ્યું છે.
આ અંગે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સિંધના જામશોરો વિશ્વવિધાલયની એક મહિલા જે એસોસિયેટ પ્રોફેસર છે, તેમની તરફ શંકાની સોય સેવાઇ રહી છે. પાર્સલમાં ઘાતક પદાર્થ એથ્રેંક્સ હોવાનું પણ જાણવા મળ્યું છે.