અમેરિકન સેનાએ મહિલાઓ માટે હજારો જેટલી તક બહાર પાડી છે. જેના કારણે મહિલાઓ મોરચો સંભાળીને સૈન્ય વિભાગમાં પણ પોતાની સેવાઓ આપશે, જે પહેલા તેમના માટે અશક્ય હતું.
પેંટાગનના લગભગ 14,000 પદ મહિલાઓ માટે બહાર પાડશે. જો કે તેમના મોટાભાગના પદોમાં આર્મી વિભાગમાં મહિલાઓનો સમાવેશ કરવામાં નહીં આવે.સૈન્ય કાર્મિક નીતિ માટે ઉપ સહાયક રક્ષા મંત્રી વી. પેનરોડે કહ્યું કે, રક્ષા વિભાગ લૈંગિક ભેદભાવ વાળી નીતિઓ સુધારવા પ્રતિબદ્ધ છે.