મુંબઇ હુમલાના આરોપી મોહમ્મદ હફીઝ સઇદ વિશે અટકળો સેવાઇ રહી છે કે પાકિસ્તાની સેના તેને રાજનીતિમાં લાવવાના પ્રયાસો કરી રહી છે. જે રીતે સઇદ રેલીઓ નીકાળી રહ્યા છે અને કટ્ટરપંથી તત્વોને એકઠા કરવાના પ્રયાસોમાં તે, તેનાથી સઇદની રાજનીતિમાં પ્રવેશવાના સંકેતો સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે.
પાકિસ્તાની સભાઓમાં ભારત વિરુદ્ઘ આગ ઓકીને સઇદ પાકિસ્તાની લોકોની સહાનુભૂતિ મેળવી રહ્યો છે.આ અંતર્ગત સઇદે દાવો કર્યો છે કે પાકિસ્તાનમાં કોઇ આતંકવાદી નથી. કાશ્મીર મુદે નિશાન મારતા સઇદે કીધું કે ભારતે સેનાના બળે કાશ્મીર પર કબ્જો જમાવી રાખ્યો છે.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં સઇદે કાશ્મીર મુદે રજૂ કરેલા કેટલાક અંશ
- ભારતમાં કંઇ પણ થાય તો સરકાર પાસે કોઇ પણ પુરાવા ના હોવા છતાં પણ તે દોષનો ટોપલો પાકિસ્તાન પર જ ઢોળી દે છે.
-ભારત કાશ્મીર પરનો પોતાનો સૈન્ય કબજો હટાવી લે -ભારત કાશ્મીર છોડશે તો જ તમામ વિવાદો ઉકેલાશે
-પાકિસ્તાન સાથેના સંબંધો સુમેળભર્યા રહે તે માટે ભારત પોતાનું આક્રમક વલણ છોડી દે.
આ ઇન્ટરવ્યુમાં તેણે ભારતને લલકારતા કહ્યું કે, ભારત પોતે કાશ્મીર બાબતે વાત કરવા માંગતુ નથી, ભારતની પાસે તે શક્તિ અને હિંમત જ નથી કે તે કાશ્મીરના મુદ્દે વાતચીત કરી શકે.
કાશ્મીરમાં પાકિસ્તાનીઓની થતી ઘુસણખોરી અંગેના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે આખું કાશ્મીર એક છે, સીમા પર માત્ર નિયંત્રણ રેખા છે, કોઇ આંતરરાષ્ટ્રીય સીમા નથી.
આ અંગે તેણે ભારત પર આરોપ મુકતા કહ્યું કે ઘુસણખોરી તો ભારતે કરી છે 1971માં પુર્વી પાકિસ્તાનમાં ઘુસીને પાકિસ્તાનના તે હિસ્સાને પડાવી લીધો છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.