સ્પેનના શાહી પરિવાર વિશે ઘણા પુસ્તકો લખી ચુકેલા પિલર આયર એ પોતાના નવા પુસ્તકમાં એક સનસનાટીભર્યો દાવો કર્યો છે.
- બાર્સિલોનાના આ લેખકે પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે બ્રિટિશ રાજકુમારી ડાયના અને સ્પેનના રાજા ડૉન જુઆન કારલોસ વચ્ચે અંતરંગ સંબંધો હતા.
-કારલોસ સંબંધો અંગે જણાવતા કહ્યું કે તેમની જિંદગીમાં 1500થી પણ વધારે સ્ત્રીઓ સાથે અફેયર હતા જેમાંથી ડાયના પણ એક હતી.
શિકાર કરવો, સ્કીઇંગ, બોટિંગ અને અલગ- અલગ મહિલાઓની સાથે સંબંધ બાધવાએ કારલોસના શોખની યાદી હતી.
તેમના જીવન વિશે તેમના અંગત લોકોના કહ્યા પ્રમાણે, કારલોસને જે સ્ત્રી સાથે સૌથી ઓછામાં ઓછો સમય વીતાવ્યો દુર્ભાગ્યપુર્ણ રીતે તે તેમની પત્ની હતી.
- આયરના દાવા પ્રમાણે, 35 વર્ષમાં કારલોસ અને તેમની પત્ની વચ્ચે કોઇ શારીરિક સંબંધો બંધાયા ન હતા.
80 ના દાયકામાં ડાયના પોતાના આખા પરિવાર સાથે ઘણીવાર સ્પેનના મજોરકામાં શાહી પરિવારની સાથે રજાઓ ગાળી હતી.
આયરના કહ્યા પ્રમાણે પ્રિંસ ચાલ્સૅ શિકાર પર નીકળી જતા, જ્યારે ડાયના ઘરે જ રહેતી.